ભાવનગર: ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી થ્રેશર મશીન નીચે ખાબક્તા ત્રણ મજૂરોના થયા મોત- વીડિયો

|

Mar 22, 2024 | 11:27 PM

ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો દબાતા તેમના મોત નિપજ્યા છે. સ્થઆનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો દબાતા તેમના મોત નિપજ્યા છે. સ્થઆનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ. લાખણકા ગામ નજીક પુલ પરથી મશીન નીચે ખાબક્યુ હતુ. જેમા અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જાતા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકો નીચે દબાયા હતા. સ્થાનિક લોકો દ્વારા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમા ત્રણ લોકોને ગંભીર ઈજા આવતા તેમના મોત નીપજ્યા હતા.

બનાવની જાણ થતા વરતેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2024ની પહેલી જ મેચમાં વિરાટે બનાવ્યો આ રેકોર્ડ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video