Bhavnagar : પાલીતાણા શહેર સજ્જડ બંધ, આઠ દિવસમાં લવ જેહાદની બે ઘટનાથી વિરોધ

|

Dec 15, 2021 | 3:49 PM

પાલીતાણામાં આઠ દિવસમાં લવ જેહાદની બે ઘટના બનતા સજ્જડ બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો. વિહિપ દ્વારા બંધનું એલાન આપીને સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આજે એક વિધર્મી યુવતીને ભગાડી ગયો.

ભાવનગરના પાલીતાણામાં આઠ દિવસમાં લવ જેહાદની બે ઘટના બનતા સજ્જડ બંધ પાડીને વિરોધ કરવામાં આવ્યો. વિહિપ દ્વારા બંધનું એલાન આપીને સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે. આજે એક વિધર્મી યુવતીને ભગાડી ગયો. તો થોડા દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. જેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને ઉગ્ર વિરોધ કર્યો હતો.

નોંધનીય છેકે થોડા દિવસો પહેલા પાલિતાણામાં એક ચુસ્ત હિન્દૂ પરિવારની દીકરીને ભંગારનો ધંધો કરતા મુસ્લિમ લારી ચાલકના છોકરાએ ભગાડી જવાની ઘટનાથી પાલિતાણામાં ચકચાર મચી હતી. અગાઉ પણ પાલીતાણામાં કોળી સમાજની એક દીકરી લવજેહાદનો ભોગ બની હતી. જે બાદ વધુ એક લવજેહાદની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓમાં જે તે સમાજ કે કોમના આગેવાનો કોઈ લક્ષ ના આપતા હોય, આવી ઘટનાઓ બને છે.જેને પગલે પાલિતાણા સહિત જિલ્લામાં વિરોધનો સૂર ઉઠયો છે.

નોંધનીય છેકે લવજેહાદનો કાયદો લાગુ પડયા બાદ પણ આવી ઘટનાઓ દેશ અને રાજયમાં બનતી રહે છે. જે એક ચિંતાનો વિષય બની ગયો છે.ત્યારે આવી ઘટનાઓ બાબતે હિંદુ સમાજ અને દિકરીઓએ જાગૃત થવાની જરૂર છે. લઘુમતિ સમાજના લંબરમુછિયા યુવાનો ભોળી યુવતીઓને ફસાવીને લેભાગું સંસ્થાઓ થકી લાખોનું ફંડ મેળવતા હોય છે. અને, આવા કિસ્સાઓ બાદ યુવતીઓની જિંદગી દોજખ બની જતી હોવાનું પણ અનેક કિસ્સાઓમાં પ્રકાશમાં આવ્યું છે.

આ પણ વાંચો : VALSAD : કપરાડા-ધરમપુરમાં લોભામણી સ્કિમો થકી લાખોની છેતરપિંડી, પાંચ ઠગબાજો પોલીસ સકંજામાં

 

Published On - 3:47 pm, Wed, 15 December 21

Next Video