BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા

| Edited By: | Updated on: Sep 04, 2021 | 1:41 PM

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર કે સિન્હાએ કહ્યું કે ગત ઓગષ્ટ મહિનામાં ભાવનગર શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જે ગયા વર્ષ કરતા બમણી સંખ્યામાં છે.

BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે. ભાવનગરમાં કોરોનાના કેસો ઘટતા હવે મચ્છરજન્ય રોગોના કેસોમાં કાધારો થયો છે. ભાવનગરમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 80 કેસ સર.ટી.હોસ્પિટલમાં સારવારમાં આવ્યા.પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 20 કેસો માત્ર સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી મળી આવ્યાં છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી ફોગિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ જેવા કેસો નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. ડેન્ગ્યુ ઉપરાંત શહેર અને જિલ્લામાં એક મહિનામાં ૩ કેસ સ્વાઇન ફલૂના નોંધાયા છે. જોકે ગયા વર્ષ કરતા ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ અને મેલેરિયાના કેસોના આંકમાં બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર કે સિન્હાએ કહ્યું કે ગત ઓગષ્ટ મહિનામાં ભાવનગર શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જે ગયા વર્ષ કરતા બમણી સંખ્યામાં છે. આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે આ કેસો એક જ વિસ્તારમાં નથી નોધાયા પણ જુદી જુદી જગ્યાએ નોંધાયા છે. ભાવનગર શહેરના વિવિધ વોર્ડમાંથી કેસો સામે આવ્યાં છે. બે-ત્રણ વોર્ડમાં કેસો વધારે છે. સૌથી વધુ કેસ તખ્તેસ્શ્વર વોર્ડમાંથી છે, જ્યાં 23 કેસો નોંધાયા છે. એમથી 20 કેસો એક જ જગ્યાએ સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી મળ્યા છે.

સરટી હોસ્પિટલ કેમ્પસમાંથી ડેન્ગ્યુના કેસો મળી આવતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નરે ત્યાં જઈને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ડીન સહીતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કમિશ્નરે ત્યાં સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યાં પણ બાંધકામ શરૂ છે ત્યાં કોઈપણ જગ્યાએ પાણી ન ભરાવવું જોઈએ, જેથી કરીને મચ્છરોનો ઉપદ્રવ ન વધે.

આ પણ વાંચો : Rajkot : જિલ્લાના 92 ગામોમાં 100 ટકા વૅક્સીનેશન, જેતપુરના સર્વાધિક 22 ગામોમાં રસીકરણ પૂરૂ

Published on: Sep 04, 2021 01:38 PM