Bhavnagar : પોલીસ સમક્ષ રજૂ થતા પહેલા યુવરાજસિંહે TV9 સાથેની ખાસ વાતચીતમાં કર્યો મોટો ખુલાસો, જુઓ Video
આજે યુવરાજસિંહને સાંજે 7 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવશે. યુવરાજસિંહ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવે તે પહેલા Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમણે અનેક ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. જુઓ સનસનીખેજ ખુલાસાનો વીડિયો.
રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડ પ્રકરણમાં હવે ધીમે ધીમે અનેક ખુલાસા બહાર આવી રહ્યાં છે. આજે યુવરાજસિંહને સાંજે 7 વાગ્યા સુધીમાં ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવુ પડશે. યુવરાજસિંહ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવે તે પહેલા Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી. યુવરાજસિંહ વાતચીતમાં જણાવ્યુ કે, “ડમી કાંડ બે નહીં પણ ત્રણથી વધારે આંકડામાં પકડાઈ શકે છે કૌભાંડીઓ” સાથે જ એ જણાવ્યુ કે, “હું બિલકુલ નિર્દોષ છું”
આ પણ વાંચો : Bhavnagar : ડમીકાંડમાં પકડાયેલા આરોપીની પુછપરછમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, જુઓ Video
આ ઉપરાંત સાથે એ પણ જણાવ્યુ કે “મારા પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે”, “આક્ષેપ કરનાર લોકોની મજબૂરી હશે” યુવરાજસિંહએ સાથે એ પણ જણાવ્યુ કે “સરકાર અને પોલીસ જ્યાં બોલાવે ત્યાં હું સવાલોના જવાબ આપવા તૈયાર” આ ઉપરાંત એ પણ જણાવ્યુ કે આરોપીઓ દ્વારા “મને અને મારા પરીવારને ખૂબ જ હેરાન કરવામાં આવી રહ્યો છે” યુવરાજસિંહે સાથે કહ્યું કે આવનારા સમય “આનાથી વધારે મોટા કૌભાંડો હું ટૂંક સમયમાં બહાર લાવીશ”
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
