ભાવેણાવાસીઓ વર્ષોથી કરી રહ્યા છે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની માગ, વર્ષો જૂની માગનો ક્યારે આવશે અંત?

ભાવનગરમાં ફરી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માગ ઉઠી છે. ધારાસભ્ય જીતુ વાઘાણીએ જગ્યા રિજર્વ રખાઈ હોવાનુ જણાવ્યુ છે. ત્યારે ભાવેણાવાસીઓએ ઝડપથી કોઈ નિર્ણય લેવાય તેવી માગ કરી છે.

| Edited By: | Updated on: Sep 15, 2025 | 4:04 PM

ભાવનગરમાં ફરી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માગ ઉઠી છે, વાઘાણીએ જગ્યા રિજર્વ રખાઈ હોવાનુ જણાવ્યુ છે. ત્યારે ભાવેણાવાસીઓએ ઝડપથી કોઈ નિર્ણય લેવાય તેવી માગ કરી છે.

સરકાર એક તરફ ખેલો ઈન્ડિયાની વાત કરે છે… પરંતુ દેશને ક્રિકેટ સહિત અનેક રમતવીરો આપનાર ભાવનગરવાસીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માગ હજૂ પૂરી થઈ નથી. શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ન હોવાથી અનેક પ્રતિભાશાળી યુવક-યુવતીઓ તક મળતી નથી. સાથે રમતપ્રેમીઓને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નિહાળવા અમદાવાદ, રાજકોટ, મુંબઈ સહિતના સ્થળે જવુ પડતુ હોય છે. જેથી ઘણા લાંબા સમયથી ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની વાત ચર્ચા થાય છે. પરંતુ હવે ભાવનગરવાસીઓ આ ચર્ચાનો અંત લાવી. કોઈ નિર્ણય લેવાની માગ કરી રહ્યા છે.

સમગ્ર મામલે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ માટે એરપોર્ટ નજીક જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે. સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સહયોગ લઈ સ્ટેડિયમની બનાવવા તરફ પ્રયત્નો કરવામાં આવશે. એટલે કે ધારાસભ્ય પાસે પણ સ્ટેડિયમ ક્યારે બનશે તેનો ચોક્કસ જવાબ નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે ભાવનગરવાસીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માગનો ક્યારે અંત આવે છે.

“સિંધુ જળ સંધિ રદ કરવાના ગંભીર પરિણામ આવશે…” ભારતની એક્શનથી ડઘાયેલુ પાકિસ્તાન યુનોમાં પહોંચ્યુ

 

 

Published On - 3:39 pm, Mon, 15 September 25