Bhavnagar: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા

| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:35 PM

ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણાં પલટો જોવા મળ્યો હતો. વાદળીયા વાતાવરણ સાથે પવન પણ ફુંકાયો હતો. સાથે જ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

Bhavnagar: ભાવનગર શહેરમાં બપોર બાદ વાતાવરણાં પલટો જોવા મળ્યો હતો. વાદળીયા વાતાવરણ સાથે પવન પણ ફુંકાયો હતો. સાથે જ શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Heavy rain) ખાબક્યો હતો. ભારે વરસાદ બાદ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ પોરબંદર શહેરના વાતાવરણમાં પલટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બાદ સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. ભારે વરસાદ અને પવન પછી અરબી સમુદ્રના મોજા તોફાની બન્યા છે. મહત્વનું છે કે, ઉંચા મોજા અને કરંટ સાથે પાણીનો રંગ બદલાયો છે.

રાજ્યભરમાં જામ્યો વરસાદી માહોલ

અષાઢી બિજથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ,દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ,જૂનાગઢના માણવદરમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર અને તાલુકામાં 4-4 ઈંચ, તાપીના ડોલવણ તાલુકામાં ચાર ઈંચ,નવસારીના ખેરગામમાં 4 ઈંચ,મહિસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો.33 તાલુકામાં 2.5 ઈંચથી લઈને 4 ઈંચ વરસાદ વરસ્યો છે.સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.