AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHAVNAGAR : કચરા ગાડી એટલે કૌભાંડનું પર્યાય, જાગૃત નાગરિકે વીડિયો બનાવી નગરસેવકને જાણ કરી

BHAVNAGAR : કચરા ગાડી એટલે કૌભાંડનું પર્યાય, જાગૃત નાગરિકે વીડિયો બનાવી નગરસેવકને જાણ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 5:16 PM
Share

આ અગાઉ દસેક દિવસ પહેલા પણ ભાવનગર શહેરમાં ડોર ડૂ ડોર કચરો ઉઘરાવતા ટેબલ બેલનું કૌભાંડ બહાર આવ્યું હતું.કચરાનો વજન વધારવા પથ્થરનો ઉમેરો કરી કોન્ટ્રાક્ટરો અને તેના કર્મચારીઓ મનપા સાથે લાખોનું કૌભાંડ આચરતા હતા.

કચરા ગાડી એટલે કૌભાંડનું પર્યાય.કચરામાં ગમે એટલું કૌભાંડ કરો.કોન ચેક કરવાનું છે. આવી જ એક ઘટના ભાવનગરમાં સામે આવી છે. શહેરમાં ફરી એકવાર કચરા ગાડીનું કૌભાંડ સામે આવ્યું છે.કચરા ગાડીમાં કચરાની જગ્યાએ પથ્થરો નાખી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે.આવું અમે નથી કહેતા પરંતુ કૌભાંડનો બોલતો પુરાવો સામે આવ્યો છે.

કચરાની જગ્યાએ પથ્થરો ભરાતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં આપ જોઇ શકો છો કે કચરાની જગ્યાએ વજન વધારવા માટે કેવી રીતે પથ્થરો ભરવામાં આવી રહ્યાં છે.કૌભાંડ અંગે એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી નગરસેવકને જાણ કરી છે.

આ અગાઉ દસેક દિવસ પહેલા પણ ભાવનગર શહેરમાં ડોર ડૂ ડોર કચરો ઉઘરાવતા ટેબલ બેલનું કૌભાંડ બહાર આવ્યું હતું.કચરાનો વજન વધારવા પથ્થરનો ઉમેરો કરી કોન્ટ્રાક્ટરો અને તેના કર્મચારીઓ મનપા સાથે લાખોનું કૌભાંડ આચરતા હતા.ઘોઘા સર્કલ પાસે નગરસેવક ઉષાબેન બધેકાએ ટેમ્પલ બેલની 8 ગાડી ઉભી રાખી તેને ચેક કરતા સમગ્ર કૌભાંડ ખુલ્લુ પાડ્યું હતુ.

નોંધનીય છેકે અવારનવાર આવા કૌભાંડોના વિડીયો સામે આવી રહ્યાં છે. ત્યારે આ કૌભાંડોનો કયારે અંત આવશે ? તે સવાલો હાલ ભાવનગરના સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. અને, આ કૌભાંડ બાબતે સ્થાનિકો કડક હાથે કામ લેવાની પણ માગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો : Surat : આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો કારસો રચનારાઓને કામરેજ પ્રાંત અધિકારીએ 24 કરોડનો દંડ ફટકાર્યો

આ પણ વાંચો : Ahmedabad : શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં કોરોના ગાઇડલાઇનના પાલન અંગે ચેકિંગ હાથ ધરાયું

 

g clip-path="url(#clip0_868_265)">