Bhavnagar : કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સિંહના ફૂટ પ્રિન્ટ મળતા તંત્ર સાબદું, વન વિભાગે ટીમો બનાવી તપાસ હાથ ધરી

|

Feb 17, 2022 | 6:52 AM

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સિંહના ફૂટ પ્રિન્ટ જોવા મળતા વન વિભાગની ટીમે ગામડાઓમાં મિટિંગ શરૂ કરી છે અને સિંહનું લોકેશન મળે અથવા કોઈ મારણ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા કહ્યું છે. જેના માટે વન વિભાગની ટીમે અલગ-અલગ વોટ્સએપ ગૃપ પણ બનાવ્યા છે.

ભાવનગરના(Bhavnagar)  કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનથી 10-15 કિલોમીટર દૂર સિંહના ફૂટ પ્રિન્ટ(Lion Foor Print)  જોવા મળતાં વન વિભાગનો(Forest Department)  સ્ટાફ દોડતો થઈ ગયો છે. વલભીપુરના પાટણા ભાલ, રાજગઢ ગ્રામ્ય વિસ્તારમાંથી સિંહના ફૂટ પ્રિન્ટ મળ્યા છે. જો કે, હજુ સુધી સિંહે કોઈ મારણ કર્યું હોય કે કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તેવા અહેવાલ મળ્યા નથી. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નજીક સિંહના ફૂટ પ્રિન્ટ જોવા મળતા વન વિભાગની ટીમે ગામડાઓમાં મિટિંગ શરૂ કરી છે અને સિંહનું લોકેશન મળે અથવા કોઈ મારણ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા કહ્યું છે. જેના માટે વન વિભાગની ટીમે અલગ-અલગ વોટ્સએપ ગૃપ પણ બનાવ્યા છે.બીજી તરફ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના ડાયરેક્ટરે કહ્યું હતું કે, કાળિયારને કોઈ જોખમ નથી. વેળાવદર ગરમીવાળો વિસ્તાર હોવાથી સિંહ વધુ સમય અહીં નહીં રહી શકે.

સિંહનું લોકેશન મેળવવાના તમામ પ્રયાસ

જે સ્થળેથી સિંહના ફ્રૂટપ્રિન્ટ મળ્યા છે તે સ્થળેથી કાળીયાર અભિયારણનું અંતર દસથી પંદર કિલોમીટરથી પણ ઓછું છે. અભયારણ્યમાં હજારો કાળિયાર અને નીલગાય વસવાટ કરે છે. દાવો છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારમાં સિંહ ફરી રહ્યા છેં. જો સિંહ કાળિયારના વિસ્તારમાં પ્રવેશ કરશે અને શિકાર કરવામાં સફળ રહેશે તો અભ્યારણ પર જોખમ ઉભુ થવાની શક્યતા છે. જેને લઈને હાલ કર્મચારીઓ કામે લાગ્યા છે અને સિંહનું લોકેશન મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Vadodara : ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરી વખતે દુર્ઘટના સર્જાઇ, બે લોકો દાઝ્યા

આ પણ વાંચો : અમદાવાદ : આરટીઓમાં હજુય એજન્ટ રાજ, એજન્ટો અધિકારીઓનાં ગરમ કરી રહ્યાં છે ખિસ્સા

 

Next Video