જીંદગી અને મોત વચ્ચે ખાલી ગણતરીની સેકન્ડ અને મહિલા પોલીસે દેવદૂત બનીને મહિલાનો બચાવ્યો જીવ, જુઓ ધ્રુજાવી દેતો વીડિયો

ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસ દરમિયાન મોતના મુખ તરફ ધકેલાઈ ગયેલી એક મહિલા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સની એક મહિલા કોન્સ્ટેબલ દેવદૂતના સ્વરૂપમાં અવતરી હતી.

| Updated on: Dec 19, 2023 | 9:10 AM

ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ઉતરવાના પ્રયાસ દરમિયાન મોતના મુખ તરફ ધકેલાઈ ગયેલી એક મહિલા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સની એક મહિલા કોન્સ્ટેબલ દેવદૂતના સ્વરૂપમાં અવતરી હતી. ટ્રેનમાંથી ઉતરતી મહિલા કચડાઈ જાય તે પહેલા તેને સલામત પ્લેટફોર્મ તરફ ખેંચી લઈ તેનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

આ ઘટના ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે બની હતી. ઘટના અંગે માહિતી આપતા વડોદરા ડિવિઝનના વિભાગીય સુરક્ષા કમિશનર રામશંકર સિંઘે જણાવ્યું કે,ભરૂચ RPF વિભાગમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે રોશની સિંઘ ભરૂચ રેલવે સ્ટેશને ફરજ પર હતા ત્યારે પ્લેટફોર્મ ડ્યુટી દરમિયાન એક મહિલાનો જીવ જોખમમાં જણાયો હતો. ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાંથી એક મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરતી લપસી પડી હતી.આ સમયે રોશની સિંઘ નજીક હતા જેમણે મહિલાને બહારની તરફ ખેંચી તેનો જીવ બચાવ્યો હતો.મહિલા પોલીસકર્મીની બહાદુરીની જાણ વડોદરા ડિવિઝનલ રેલ્વે મેનેજર જિતેન્દ્ર સિંઘને થતા તેઓએ રોશની સિંઘને પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી હતી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
નવસારીમાં દીપડો લટાર લગાવતા સ્થાનિકો ભયભીત
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણાઃ પશુ દવાઓનો મામલો, તબિબની તાત્કાલીક અસરથી બદલીનો આદેશ, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
મહેસાણા પાસે એસિડ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયા બાદ આગમાં લપેટાયું, જુઓ
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
બારડોલીમાં મેળામાં અકસ્માત સર્જાતા માતા -પુત્ર ઈજાગ્રસ્ત થયા
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છો? તો વાંચો આ સમાચાર - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">