ભરૂચ : મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ફરાર થઇ જતા બે ગઠીયા ઝડપાયા
ભરૂચ શહેરમાં મુખ્ય માર્ગ અને બજારમાં એકલી નજરે પડતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ફરાર થઇ જતા બે ગઠીયાઓને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી લોકઅપના સળિયા ગણાવ્યા છે. અક્ષયભાઇ ઉર્ફે અક્કુ મહેશભાઇ પાટણવાડીયા અને ઉબેદખાન ઉર્ફે પઠાણ જમ્માખાન પઠાણ નામના બે શખ્શોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ સાહેબ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવી અને વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા પોલીસ તરફ સૂચના જાહેર કરવામાં આવી હતી. ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સોનાની ચેઇનની ચીલ ઝડપ કરવામાં વપરાયેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મો.સા.નંબર GJ-15-BA-1253 ઉપર બે શખ્શો ઝાડેશ્વર વિસ્તારમાં ફરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાઈક રોકી લઈ સદર ઈસમોની અટકાયત કરી કડક પૂછપરછ કરતા સોનાની તુટેલી ચેઇન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
પોલીસે અક્ષયભાઇ ઉર્ફે અક્કુ મહેશભાઇ પાટણવાડીયા ઉ.વ.25 રહે.ગણેશનગર બોરભાઠા બેટ મક્તમપુર ગામ તા.જી.ભરૂચ અને ઉબેદખાન ઉર્ફે પઠાણ જમ્માખાન પઠાણ ઉ.વ.19 રહે.બહારની ઉંડાઇ સ્વામિનારાયણ મંદિર પાસે તા.જી.ભરૂચની ધરપકડ કરી છે.