Bharuch Video : વન્યજીવની તસ્કરીના કૌભાંડમાં વનવિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં સામુહિક દરોડા પાડ્યા

Bharuch Video : વન્યજીવની તસ્કરીના કૌભાંડમાં વનવિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં સામુહિક દરોડા પાડ્યા

| Updated on: Oct 20, 2023 | 9:05 AM

Bharuch : ભરૂચના વનવિસ્તારમાંથી વન્યજીવની તસ્કરીના ચોંકાવનારા કિસ્સામાં 2 લોકોની ધરપકડ બાદ તપાસ આગળ વધારાઈ છે.વડોદરાના ઈરફાન નામના વ્યક્તિ મારફતે આખું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એ હદે બિન્દાસ્ત બની ગુનો આચરી રહ્યા હતા કે તેમણે સોશિયલ મીડિયામાં દીપડો(Leopard) જેવા વન્ય જીવને વેચવાની પોસ્ટ પણ મૂકી હતી. ભરૂચમાંથી મુંબઈ અને સ્થાનિક વનવિભાગે જોઈન્ટ ઓપરેશનમાં ઝડપી પડેલા કૌભાંડ બાદ ગુજરાતના ત્રણ જિલ્લામાં દરોડાઓનો દોર ચલાવાયો હતો. 

Bharuch : ભરૂચના વનવિસ્તારમાંથી વન્યજીવની તસ્કરી(Illegal wildlife trafficking)ના ચોંકાવનારા કિસ્સામાં 2 લોકોની ધરપકડ બાદ તપાસ આગળ વધારાઈ છે.વડોદરા(Vadodara)ના ઈરફાન નામના વ્યક્તિ મારફતે આખું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એ હદે બિન્દાસ્ત બની ગુનો આચરી રહ્યા હતા કે તેમણે સોશિયલ મીડિયા(Social Media)માં દીપડો(Leopard) જેવા વન્ય જીવને વેચવાની પોસ્ટ પણ મૂકી હતી. ભરૂચમાંથી મુંબઈ અને સ્થાનિક વનવિભાગે જોઈન્ટ ઓપરેશનમાં ઝડપી પડેલા કૌભાંડ બાદ ગુજરાતના ત્રણ જિલ્લામાં દરોડાઓનો દોર ચલાવાયો હતો.

ભરૂચના નાયબ વન સંરક્ષક રઘુવીરસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર વનવિભાગે ભરૂચ જિલ્લાના પાણેથા વિસ્તારમાંથી ગૌતમ પાદરીયા,હરેશ ઉર્ફે જલો પાટણવાડિયાની ધરપકડ કરી પૂછપરછ શરૂકરી છે. વડોદરાનો ઈરફાન નામનો વ્યક્તિ કૌભાંડમાં મહત્વની કડી છે. ટોળકી પશુઓની એકઝોટીક પ્રજાતિનો વેપાર કરતી હતી. લગભગ 4 વર્ષથી વેપલો ચાલી રહ્યો હતો.

આ પણ  વાંચો : Bharuch Video : માંગના અભાવે સેંકડો કિલો ફૂલ ફેંકી દેવાનો વારો આવ્યો, પાણીના મૂલે પણ ખરીદાર મળતા નથી

ગોરખધંધાની સ્થાનિક વનવિભાગને શંકા પણ ન જતા આરોપીઓ બિન્દાસ્ત બન્યા હતા. ટોળકીએ પશુઓને વેચવા સોશિયલ મીડિયામાં પોસાય પણ મુકવાની હિંમત કરી હતી જે મુંબઈ વનવિભાગ અને NGO ના ધ્યાન ઉપર આવતા તપાસ શરૂ કરાઈ હતી. પાણેથામાંથી 2 આરોપીઓની ધરપકડ સાથે દીપડાનું બચ્ચું કબ્જે કરાયા બાદ ગુજરાતના ત્રણ જિલ્લામાં દરોડાઓનો દોર ચલાવાયો હતો.વનવિભાગે ભરૂચ , વડોદરા અને પંચમહાલ જિલ્લામાં વન્ય જીવોની તસ્કરીના કૌભાંડમાં જોડાયેલી કડીઓ ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 20, 2023 08:21 AM