Bharuch Viral Video : ભરૂચ પોલીસ(Bharuch Police) ભરૂચ જિલ્લના માથે લાગેલું Traffic City નું કલંક દૂર કરવા ભારે જહેમત ઉઠાવી રહી છે. પોલીસની ટ્રાફિક ઝુંબેશ વચ્ચે પડકાર ફેંકતો અંક્લેશ્વરનો એક વિડીયો વાયરલ(Viral Video) થયો છે.આ વીડિયોમાં બાળકો(Children) જોખમી અને દયનીય સ્થિતિમાં નજરે પડી રહ્યા છે.
આ વિડીયો અંકલેશ્વર શહેર(Ankleshwar City)ને જુના નેશનલ હાઇવે (Old National Highway) અને અંકલેશ્વર જીઆઇડીસી(Ankleshwar GIDC) સાથે જોડતા ગડખોલ ઓવર બ્રિજનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે બ્રિજ ઉપરથી એક નાનો ટેમ્પો પસાર થઈ રહ્યો છે જેમાં કેટલાક બાળકો બેઠા છે.
આ બાળકોએ ખભે દફ્તર લટકાવેલું છે જેના આધારે અનુમાન લગાવાઈ રહ્યું છે કે અન્ય વ્યવસ્થાના અભાવે શાળાએ ટેમ્પો જઈ રહ્યા હોઈ શકે છે અથવા શાળા તરફથી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા મોકલવામાં આવ્યા હશે.બાળકો પાસે પૂરતી બેસવાનીતો ઠીક બરાબર ઉભા રહેવાની પણ જગ્યા નથી.
આ પણ વાંચો : Bharuch : પોલીસે કોમ્બિંગ કરી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા, 100 થી વધુ ગુના દાખલ કરાયા
જે પ્રકારે વાહનોમાં ઘેટાંબકરાં ભરી એક સ્થળથી બીજા સ્થળે લઈ જવાય છે તે રીતે આ ટેમ્પોમાં બાળકોને ભરીને મુસાફરી કરવામાં આવી રહી હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
એકતરફ ભરૂચ પોલીસ ટ્રાફિકમાં અડચણરૂપ લોકો સામે લાલ આંખ કરી રહી છે અને નિયમિત ટ્રાફિક નિયમન માટે કામગીરી થઈ રહી છે તે વચ્ચે શહેરમાં ફરતો આ ટેમ્પો અને તેનો Viral Video તંત્રને પડકાર ફેંકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.