ભરૂચ વીડિયો : ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં? ઉદ્યોગ મંડળ અને GIDC વચ્ચે વિવાદ સર્જાયો

|

Jun 13, 2024 | 9:34 AM

ભરૂચ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સરકાર અને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. ઘટના બાદ આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સફળ જાગેલા તંત્રની કડકાઈએ ઉદ્યોગ જગતમાં વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. 

ઔદ્યોગિક એકમો માટે ફરજીયાત ફાયર એનઓસી મેળવવા સૂચના આપતા જીઆઈડીસીના મુખ્ય ઇજનેરના પરિપત્રથી વિવાદ સર્જાયો છે. દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરના ઉદ્યોગ મંડળે પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલા ઉદ્યોગોએ અલગથી NOC મેળવવાની જરૂરિયાત નથી.પરિપત્ર અભ્યાસ વિના જાહેર કરાયાનો આક્ષેપ થયો છે સાથે પરિપત્રમાં ગેરસમજ થાય તેવા મુદ્દા અને ભાષાકીય ભૂલ હોવાનો ઉમેરો કરી તેને રદ કરવા માંગ કરાઈ છે.

આ પણ વાંચો : Upcoming IPO : રોકાણકારો રહેજો તૈયાર! આગામી બે મહિનામાં 24 IPO આવી રહ્યા છે

Next Video