ભરૂચ વીડિયો : ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે, સાંભળો શું કહ્યું ભાજપાના જિલ્લા પ્રમુખે

|

Mar 07, 2024 | 9:57 AM

ભરૂચ : ભરૂચ - નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટી પર વર્ચસ્વ ધરાવતા છોટુ વસાવાના પરિવારમાં મતભેદ સામે આવ્યો છે. છોટુ વસાવાના સૌથી મોટા પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરવાની તૈયારી બતાવી છે. બેઠકોના દોર વચ્ચે સસ્પેન્સ યથાવત હતું

ભરૂચ : ભરૂચ – નર્મદા જિલ્લાની આદિવાસી પટ્ટી પર વર્ચસ્વ ધરાવતા છોટુ વસાવાના પરિવારમાં મતભેદ સામે આવ્યો છે. છોટુ વસાવાના સૌથી મોટા પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરવાની તૈયારી બતાવી છે. બેઠકોના દોર વચ્ચે સસ્પેન્સ યથાવત હતું પણ હવે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં મહેશ વસાવા ભાજપાનો પ્રચાર કરતાં જોવા મળશે

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ કેસરિયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં સમર્થકો સાથે વસાવા જોડાવાના હોવાની પણ તેમણે સત્તાવાર જાહેરાત કરી છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:57 am, Thu, 7 March 24

Next Video