ભરૂચ : દિવાળી પર્વ દરમિયાન નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકનું ભારણ વધ્યુ, જુઓ આકાશી દ્રશ્યના વિડીયો

| Updated on: Nov 11, 2023 | 2:14 PM

ભરૂચ : દિવાળી પર્વ દરમિયાન લોકો કર્મભૂમિથી જન્મભૂમિ તરફ પ્રયાણ કરતા હોય છે. વતનમાં દિવાળી મનાવવા દક્ષિણ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે સૌરાષ્ટ્ર તરફ રવાના થાય છે. મોટી સંખ્યામાં લોકો ફરવા પણ જાય છે.

દિવાળી દરમિયાન વેકેશન અને પર્વની ઉજવણી માટે રવાના થયેલા લોકોનું ટ્રાવેલિંગ વધવાના કારણે નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. દિલ્લી-મુંબઈ નેશનલ હાઇવે પર દોડતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે. કેટલાક સ્થળોએ ટ્રાફિક જમણી સમસ્યા પણ સર્જાઈ છે. જોકે ટ્રાફિક નિયંત્રણ માટેના આગોતરા આયોજનોના કારણે હાઇવે પર વાહનોનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો નથી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 11, 2023 02:14 PM