Bharuch : નર્મદાની સપાટીમાં આંશિક વધારો, ભયજનક સપાટીથી 10 ફુટ નીચે વહી રહ્યા છે લોકમાતા

|

Aug 13, 2022 | 12:02 PM

નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1,29,000 ક્યુસેક છે. ડેમના ત્રણ ગેટ દ્વારા 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જયારે ૨૪ કલાક તારાબાઈ ચાલુ રાખી તેમાંથી 43,798 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ(Narmada Dam)માં પાણીની આવકમાં સતત વધારો થઇ રહયો છે. હાલમાં ડેમનું જળસ્તર 134.31 મીટર છે. ઉપરવાસમાંથી ડેમના સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. 49,798 ક્યુસેક પાણી નર્મદાના ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે ભરૂચ નજીક નર્મદાની સપાટીમાં આંશિક વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક રેવાજી ૧૩ ફૂટની સપાટીએ વહી રહ્યા છે. ટૂંક સમયમાં નદી હજુ બે કાંઠે વહેતી જોવા મળી શકે છે.

નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1,29,000 ક્યુસેક છે. ડેમના ત્રણ ગેટ દ્વારા 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જયારે ૨૪ કલાક તારાબાઈ ચાલુ રાખી તેમાંથી 43,798 પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાંથી કુલ 49,798 ક્યુસેક પાણી નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવરમાં પાણીનું કુલ લાઈવ સ્ટોરેજ 4397.10 મિલિયન ક્યુબીક મીટર છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચ શહેરના નર્મદા કાંઠા વિસ્તાર સહીત જિલ્લાના ઝગડીયા , અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના કુલ 40 ગામના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જોકે હાલ પૂરનું કોઈ સંકટ ન હોવાથી તંત્ર માત્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે. નર્મદા 13.77 ફૂટની સપાટીએ વહી રહી છે જયારે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે.

બીજી તરફ ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદી ઝાપટાઓના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે. કરો એક નજરે જિલ્લામાં વરસેલા વરસાદના આંકડા ઉપર

  • હાંસોટ       :   1 ઇંચ
  • અંકલેશ્વર    : 1 ઇંચ
  • નેત્રંગ          : 1 ઇંચ
  • ભરૂચ         : 1 ઇંચ
  • વાગરા        :  0.8 ઇંચ
  • વાલિયા      : 0.5 ઇંચ
  • આમોદ       : 7 મી.મી.
  • ઝઘડિયા     : 7 મી.મી.
  • જંબુસર      : 2 મી.મી.

Published On - 12:02 pm, Sat, 13 August 22

Next Video