Bharuch : નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રેવાજી ભરૂચ નજીક બે કાંઠે વહેશે, હાલ પૂરનું કોઈ સંકટ નહિ

આજે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરાએ નર્મદાના જળસ્તર વધવાની ચેતવણી બાદ તંત્રની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીની સમીક્ષઆ માટે બેઠક યોજવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 9:13 PM

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ(Narmada Dam)ની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છેજેની સામે 133.51 મીટર પાણી ભરાઇ ચુક્યોછે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાંથી 55000 થી લઈ 145000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નાંદોદ, તિલકવાડા, વડોદરા, ભરૂચ સહિતના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભરૂચ શહેરના નર્મદા કથા વિસ્તાર સહીત જિલ્લાના ઝગડીયા , અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના કુલ 40 ગામના લોકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. જોકે હાલ પૂરનું કોઈ સંકટ ન હોવાથી તંત્રએ રાહતનો દમ લીધો છે.

આવતીકાલે સીઝનમાં બીજી વખત નર્મદા બે કાંઠે વહેતી જોવા મળશે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા છે. સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમની જળ સપાટી 134 મીટર નજીક પહોંચી છે. ડેમની સપાટીમાં વધારો થઇ રહ્યો છે. ઉલ્લેખનીયેછે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે જેની સામે 133.51 મીટર પાણી ભરાઇ ચુક્યોછે. ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ , નર્મદા ને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

આજે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરાએ નર્મદાના જળસ્તર વધવાની ચેતવણી બાદ તંત્રની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીની સમીક્ષઆ માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નર્મદાનું જળસ્તર વધશે જોકે હાલ પૂરનું કોઈ સંકટ ન હોવાથી તંત્રએ રાહતનો દમ લીધો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">