Gujarati Video : સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીની પરેશાની સામે આવ્યા બાદ ભરૂચ નગર પાલિકાએ માનવતાવાદી પગલું ભર્યું, સીટી બસ સેવા ફ્રી કરાઈ

| Edited By: | Updated on: Mar 15, 2023 | 7:25 AM

મંગળવારથી SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. તમામ વિદ્યાર્થીઓ પુરી નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા દરમ્યાન ભરૂચ નગરપાલિકા સંચાલિત સીટી બસની સેવા પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બોર્ડની પરીક્ષામાં આર્થિક ભીંસના કારણે સુરતમાં એક વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોડા પહોંચવાની ભીતિ સર્જાઈ હતી. એક પોલીસકર્મીની માનવતાના કારણે આ વિદ્યાર્થી સમયસર પરીક્ષા સેન્ટરે પહોંચ્યો હતો.માનવ કિશોરભાઈ દવે નામનો વિદ્યાર્થી ધોરણ 10 ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. નાના વરાછા ખાતે આવેલ કૌશિક વિદ્યાલય ખાતે તેનું પરીક્ષા કેન્દ્ર છે. આ પરીક્ષાર્થી ચાલતો ચાલતો શાળામાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સરથાણા જકાતનાકાથી નાના વરાછા પરીક્ષા કેન્દ્ર અંદાજે ચાર કિલોમીટર આ વિદ્યાર્થી ચાલતો જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. થાક સાથે પરીક્ષા આપવી તેના માટે મુશ્કેલ ન બને તે માટે પોલીસકર્મીએ તેને પરીક્ષાએ કેન્દ્ર પહોંચાડ્યો હતો. આ ઘટના બાદ ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ અન્ય કોઈ વિદ્યાર્થી મોડો ન પડે અથવા પરેશાની સહન ન કરવી પડે તે માટે બોર્ડની પરીક્ષાએ દરમ્યાન પરીક્ષાર્થીઓ માટે સીટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી છે.

મંગળવારથી SSC અને HSC બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. તમામ વિદ્યાર્થીઓ પુરી નિષ્ઠા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા દરમ્યાન ભરૂચ નગરપાલિકા સંચાલિત સીટી બસની સેવા પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તા.૧૪/૦૩/૨૦૨૩ ના રોજ સાંજે 5 વાગ્યાથી ભરૂચ શહરમાં સ્ટેશનથી ઝાડેશ્વર ચોકડી, સ્ટેશનથી પાંચબત્તી, સ્ટેશનથી સોનેરી મહેલ વાયા શ્રવણ ચોકડી, સ્ટેશનથી મોહંમદપુરા વાયા જંબુસર ચોકડીના તમામ રૂટ ઉપર બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક મુસાફરી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પરેશાની વગર પહોચી પરીક્ષા આપે તે માટે નિર્ણયલેવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

રક્ષાબંધને બહેનોને ભેટ અપાઈ હતી

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારે બહેનો માટે બસમાં મફત મુસાફરી માટે જાહેરાત કરી હતી. રક્ષાબંધનના પર્વએ ભરૂચ શહેરના તમામ  રૂટ ઉપર દોડતી  મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં જ રક્ષાબંધનની ઉજવણી સાથે સિટી બસમાં મહિલાઓની મફત મુસાફરીની શરૂઆત થઈ ગઈ હતી.

અકગ – અલગ વિસ્તારો અને બસ પોઇન્ટ ઉપરથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં બહેનોએ રક્ષા બંધન તહેવારે સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લીધો હતો. શહેરમાં રાતે 8 વાગ્યા સુધી સિટી બસ સેવા કાર્યરત રહેનાર હોય ત્યારે એક દિવસની મફત મુસાફરીની બહેનોને ભેટમાં 10 હજાર બહેનો તહેવારને અનુલક્ષી કરાયેલી જાહેરાતનો લાભ લીધો હોવાનો અંદાજ લગાવાયો હતો.

 

Published on: Mar 15, 2023 06:20 AM