ભરૂચની ઇન્ફિનિટી કંપનીમાંથી બે દિવસમાં 603 કિલો એમડી ડ્રગ્સ સહિત બે આરોપીની અટકાયત

|

Aug 16, 2022 | 9:46 PM

ગુજરાતમાં ભરૂચના(Bharuch) પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવા મામલે વધુ 2 આરોપીની અટકાયત કરાઈ છે. કંપનીમાંથી બે દિવસમાં કુલ 603 કિલોગ્રામ ડ્રગ્સ જેટલું ઝડપાયું છે

ગુજરાતના(Gujarat)  ભરૂચના (Bharuch) પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ડ્રગ્સ(Drugs)  ઝડપાવા મામલે વધુ 2 આરોપીની અટકાયત કરાઈ છે. કંપનીમાંથી બે દિવસમાં કુલ 603 કિલોગ્રામ ડ્રગ્સ જેટલું ઝડપાયું છે..જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1 હજાર 126 કિલોગ્રામ જેટલી થાય છે.સોમવારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેઇડ કરીને અંદાજીત 513 કિલો એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે મંગળવારના રોજ ભરૂચ SOGએ ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું છે. કંપનીમાંથી લિક્વીડ અને પાઉડર એમ બંને ફોર્મમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. આ પાઉડર ફોર્મ ઉપરાંત 1300 લીટર લિકવિડ ફોર્મમાં પણ ડ્રગ્સ મળ્યું છે.

આ પહેલાં આ જ ગેંગ પાસેથી 1 હજાર કોરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ મુંબઈ સ્થિત નાલાસોપારામાં આવેલા ગોડાઉનમાંથી ઝડપાયું હતું. એટલે કે, અત્યાર સુધીમાં આ ગેંગ પાસેથી કુલ 2046 કરોડ રૂપિયનું MD ડ્રગ્સ ઝડપાયું છે અને એક મહિલા સહિત કુલ 9 આરોપીની ધરપકડ કરાઈ છે.

કયા પ્રકારનું ડ્રગ્સ છે તેની જાણકારી મેળવવા FSLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે. કંપનીના માલિકનું નામ પિયુષ પટેલ હોવાનું ખુલ્યુ છે.ગુજરાત ATS થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે. ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા ATSની અલગ-અલગ ટીમ સક્રિય બની છે.

ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ  કેમિકલ કંપનીમાંથી 513 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું

ભરૂચના પાનોલી GIDCની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ  કેમિકલ કંપનીમાંથી 513 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1026 કરોડ રૂપિયા આંકવામાં આવી છે..કંપનીમાંથી લિક્વીડ અને પાઉડર એમ બંને ફોર્મમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેમાં પાઉડર ફોર્મ ઉપરાંત 1300 લીટર લિકવિડ ફોર્મમાં પણ ડ્રગ્સ મળ્યું છે. આ પૂર્વે આ જ ગેંગ પાસેથી 1 હજાર કોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ મુંબઈ સ્થિત નાલાસોપારામાં આવેલા ગોડાઉનમાંથી ઝડપાયું હતું.

Published On - 9:44 pm, Tue, 16 August 22

Next Video