Breaking News : ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ, જુઓ Video

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

| Edited By: | Updated on: Mar 04, 2026 | 11:27 AM

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાના દાવાથી વિવાદ થયો.જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ થયો છે.મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહિલાઓએ મસ્જિદમાં પૂજા કરતા મુસ્લિમ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવાયો છે.ઐતિહાસિક ધરોહરની મુલાકાતે આવેલી મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી હતી. વિરોધ થયા બાદ સુરતથી આવેલી મહિલાઓએ પૂજા પૂર્ણ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો વાયરલ

આ પહેલા પણ જામા મસ્જિદનો વિવાદ ઉઠ્યો છે.‘સમળી વિહાર’ જૈન મંદિર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો હિન્દુઓનો દાવો છે. આ પહેલા હિન્દુઓનું આસ્થા સ્થાન હોવાના દાવા સાથે સંત સમાજે ઉપવાસ આંદોલન કર્યું હતુ.ભરૂચની જામા મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર છે.પોલીસની હાજરીમાં મહિલાઓએ મસ્જિદમાં પૂજા કર્યાનો આક્ષેપ છે.મસ્જિદમાં પૂજા થતી હોવા છતા પોલીસ મૂક પ્રેક્ષક બની હોવાનો આક્ષેપ.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us