ભરૂચ : અંતિમ વિડીયો બનાવી આત્મહત્યાના મામલામાં પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ, જુઓ વિડીયો
ભરૂચ : બુધવારે ભરૂચના અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ પોતાનો અંતિમ વિડીયો બનાવી બિલ્ડીંગના આઠમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.મૃતકના ભાઈ વિજય ચૌહાણે મામલે અકસ્માત મોટ નોંધ નહીં પણ FIR દાખલ કરી તપાસ આગળ ધપાવવા માંગ કરી છે.
ભરૂચ : બુધવારે ભરૂચના અશ્વિન ચૌહાણ નામના વ્યક્તિએ પોતાનો અંતિમ વિડીયો બનાવી બિલ્ડીંગના આઠમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
ઘટના બાદ મૃતકના ભાઈ વિજય ચૌહાણે મામલે અકસ્માત મોટ નોંધ નહીં પણ FIR દાખલ કરી તપાસ આગળ ધપાવવા માંગ કરી છે. મૃતક અશ્વિન ચૌહાણના પત્ની, સાસુ અને સસરા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
વિજય ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે મિલ્કત પચાવી પાડવા કાવતરાં રચાયા હતા જેમાં હતાશ થયેલા અશ્વિન ચૌહાણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે અશ્વિન ચૌહાણના અંતિમ વિડીયો મેળવી તપાસ આગળ ધપાવી છે.