Bharuch : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે ભરૂચના પ્રવાસે પધારશે, વહીવટીતંત્ર તૈયારીઓમાં જોતરાયું

|

May 11, 2022 | 12:21 PM

પીએમ મોદી આ કાર્યક્રમ ને વર્ચ્યુઅલી સંબોધશે. સરકારી યોજનાઓને 100% કવરેજ મળે તે માટે પીએમ મોદીએ પહેલ કરી આ કાર્ય માટે મહત્તમ પ્રયાસો માટે ભાર મુક્યો છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજયમંત્રી મનીષા વકીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel ) આવતીકાલે ભરૂચ(Bharuch)ના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે ભરૂચમાં વિધવા મહિલાઓને પેનશન યોજનાનો સહીત ૪ યોજનાઓના લાભ મળશે. ભરૂચ જિલ્લાના તમામ સિનિયર સીટીઝન અને વિધવા મહિલાઓને સરકારી પેનશનનો પણ લાભ અપાશે. PM નરેન્દ્ર મોદી(PM Narendra Modi) આ કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાશે. ભારત સરકારની 4 મુખ્ય યોજનાઓને 100 ટકા સફળ બનાવનાર ભરૂચ જિલ્લો દેશનો એકમાત્ર જિલ્લા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યો છે. પીએમ મોદીની પહેલ પર ભરૂચમાં 100% પેનશન અમલી બનાવાશે.

પીએમ મોદી આ કાર્યક્રમ ને વર્ચ્યુઅલી સંબોધશે. સરકારી યોજનાઓને 100% કવરેજ મળે તે માટે પીએમ મોદીએ પહેલ કરી આ કાર્ય માટે મહત્તમ પ્રયાસો માટે ભાર મુક્યો છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજયમંત્રી મનીષા વકીલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. જિલ્લા વહીવટીતંત્ર અનુસાર 4 યોજનામાં કુલ 13,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આવતીકાલે 12 મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરાશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીનો તંત્ર સામે પડકાર છે. ભરૂચના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. સાથે ગરમીના કારણે ડીહાઇડ્રેશનની ફરજ બજાવનાર કર્મચારીઓ અને લાભાર્થીઓને સમસ્યા ન સર્જાય તે માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન ભરૂચ જિલ્લા સાથે વર્ચ્યુઅલી જોડવાના છે તે ભરૂચ જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ કાર્યક્રમ થકી જરૂરતમંદોને મદદરૂપ બનવાનો સમગ્ર વહીવટી તંત્રને કાર્યસંતોષ મળ્યો છે.

Published On - 12:21 pm, Wed, 11 May 22

Next Video