CM Bhupendra Patel Profile: નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે છે અધધ…સંપતિ! જાણો વીમા અને પોસ્ટમાં કેટલુ કર્યુ છે રોકાણ

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે અને તે વ્યવસાયે બિલ્ડર છે.

CM Bhupendra Patel Profile: નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે છે અધધ...સંપતિ! જાણો વીમા અને પોસ્ટમાં કેટલુ કર્યુ છે રોકાણ
CM Bhupendra Patel (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:18 PM

Bhupendra Patel Profile: ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવી રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ બન્યા છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિડેન્સીમાં રહે છે.

જાણો નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશે

તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના (Standing Committee) ચેરમેન રહી ચુક્યા છે. ઉપરાંત 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં પણ તેમને ચેરમેન પદે નિમવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કેટલી છે નવા મુખ્યપ્રધાનની સંપતિ?

2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ સામે આપેલા એફિડેવિટ મુજબ ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 5.20 કરોડની સંપતિ ધરાવે છે. ઔડા (AUDA)ના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ પાસે વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.

વ્યવસાય-ધંધાની વિગત

નવા મુખ્યપ્રધાન કન્સલ્ટીંગ એન્જીનીયરીંગ અને વિહાન એસોશિએટસ (Vihan Associates) નામે વ્યવસાય ધરાવે છે. ઉપરાંત પોતાની પત્નીના નામે અંબા ટાઉનશીપ, અમદાવાદમાં બિન કૃષિ જમીન ધરાવે છે. જેની વર્તમાન બજાર કિંમત 30 લાખ રૂપિયા છે.

વીમા અને પોસ્ટમાં કર્યુ છે રોકાણ

નેશનલ સેવિંગ્સ સ્કીમ પોસ્ટલ સોવિંગ્સ, વીમા કંપનીઓમાં કુલ 1,23,00,000નું રોકાણ કરેલું છે, ઉપરાંત તેમની પત્નીના નામે 16,00,000નું રોકાણ કરેલુ છે.

સોના- ઝવેરાતમાં કરેલુ રોકાણ

ઘાટલોડિયાના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે સોના- ઝવેરાત આશરે 16,75000 રૂપિયાનું છે.

ભૂપેન્દ્ર પટેલનું કુલ દેવુ

ભૂપેન્દ્ર પટેલની કુલ જવાબદારી 54,60,707 રૂપિયા છે, ઉપરાંત તેઓ પર્સનલ લોન -14,20,000(HUF) પણ ધરાવે છે.

ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતના 17માં  મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર તોમર દ્વારા નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમજ એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે કે હવે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) આગેવાનીમાં જ લડાશે.

(તમામ માહિતી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાંથી લેવામાં આવી છે.)

આ પણ વાંચો: Gujarat Government: ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યપ્રધાન બન્યા, સૌથી વઘુ સમય CM તરીકે રહીને નરેન્દ્ર મોદીએ રચ્યો છે વિક્રમ

આ પણ વાંચો: GANDHINAGAR : પદભાર સંભાળ્યા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી, વરસાદની સ્થિતિની સમીક્ષા કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">