ભરૂચ વિડીયો: આફત બની 4 ઇંચ સુધી ખાબક્યો કમોસમી વરસાદ, ભાતીગળ મેળામાં ભારે નુકસાન, વીજળી પડવાથી 2ના મોત

| Edited By: | Updated on: Nov 27, 2023 | 8:17 AM

ભરૂચ: ભરૂચમાં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જિલ્લામાં આજે 27 નવેમ્બરે પણ ઘણાં વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શિયાળાનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે.

ભરૂચ: ભરૂચમાં બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ છવાયેલું રહ્યું હતું. જિલ્લામાં આજે 27 નવેમ્બરે પણ ઘણાં વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શિયાળાનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે.આકાશી આફતમાં જિલ્લામાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે.

હાંસોટના કંટીયાજાળ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલા દાદી અને પૌત્ર પર વીજળી પડી હતી. ઘટનામાં 14 વર્ષીય બાળક સહીત બે લોકોના કરુણ મોત નિપજયયા હતા.

આજે વહેલી સવાર સુધી સતત બીજા દિવસે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લગ્ન પ્રસંગના આયોજકો અને ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સૌથી ખરાવ પરિસ્થિતિ શુકતીર્થના ભાતીગળ મેળામાં જોવા મળી છે. વેપારીઓને ભારે નુકસાન કરવો પડ્યો છે.

ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અંકલેશ્વર: 4 ઇંચ
આમોદ : 14 મી.મી.
જંબુસર : 15 મી.મી.
ઝઘડિયા: 1 ઇંચ
ભરૂચ : 2 ઇંચ
વાગરા : 2 ઇંચ
વાલિયા : 2 ઇંચ
હાંસોટ : 2.5 ઇંચ
નેત્રંગ : 4 ઇંચ

આ પણ વાંચો : ભરૂચ : શુકલતીર્થના ભાતીગળ મેળામાં 25 લોકોને રેસ્ક્યુ કરાયા, વાવાઝોડ અને વરસાદમાં બેટ ઉપર ફસાયા હતા

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો