Breaking News : જોખમ જાણવા છતાં ચાલુ રાખ્યો ઉપયોગ, ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી, જુઓ વિડીયો

Breaking News : જોખમ જાણવા છતાં ચાલુ રાખ્યો ઉપયોગ, ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી, જુઓ વિડીયો

| Updated on: Jun 07, 2026 | 1:48 PM

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આદિત્યનગરમાં 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જતા દોડધામ મચી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને ભડકોદ્રા ગ્રામ પંચાયતની ઘોર નિષ્કાળજીને સરેઆમ ખુલ્લી પાડી દીધી છે.

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આદિત્યનગરમાં 30 વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ જતા દોડધામ મચી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને ભડકોદ્રા ગ્રામ પંચાયતની ઘોર નિષ્કાળજીને સરેઆમ ખુલ્લી પાડી દીધી છે.

જર્જરિત હોવા છતાં ટાંકીમાંથી પાણી સપ્લાય ચાલુ રાખાયો

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના આદિત્યનગરમાં 30 વર્ષ જૂની પાણીની ટાંકી કડડભૂસ થઈને તૂટી પડી છે. આ ટાંકી લાંબા સમયથી જર્જરિત અને અત્યંત નબળી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેનો જોખમી રીતે ઉપયોગ ચાલુ રખાયો હતો. સ્થાનિક રહીશોના જીવ જોખમમાં મૂકનારું તંત્ર આ જર્જરિત ટાંકીમાં પોતાના બોરથી પાણી ભરીને સપ્લાય કરતું હતું, એટલું જ નહીં, તેના લાઈટ બિલ સહિતની તમામ વહીવટી જવાબદારી ભડકોદ્રા પંચાયત પંચાયત જ ઉઠવતી હતી.

સ્થાનિકોની રજૂઆતો અવગણાઈ, આખરે બની દુર્ઘટના

વાસંતીબેન નામના એક સ્થાનિક મહિલાએ કહ્યું કે બવ રજુઆત કરી પણ કોઈ સાંભળતું નથી. એક મહિલા પાસે આવી જર્જરિત ટાંકીનું પાણી ચાલુ બંધ કરાવવામાં આવતું હતું. જો તેમની હાજરી સમયે દુર્ઘટના બની હોત તો જીવ ગુમાવ્યો હોત. કોઈ સ્થાનિકોનું સાંભળતું નથી. સ્થાનિક મહાવીરસિંહ મ્હારાઉલજીએ કહ્યું કે લેખિતમાં રજૂઆતો કરવા છતાં ભડકોદ્રા પંચાયતે કોઈ પગલાં ભર્યા નહિ અને ઘટના બની છે.

સ્ટ્રક્ચરલ ટેસ્ટ વગર શરૂ કરાયું રિપેરિંગ?

આ જર્જરિત ટાંકીને તાત્કાલિક ઉતારી લેવાની જરૂર હતી પરંતુ, પંચાયતે જોખમ ટાળવાના બદલે તેના પર સમારકામ એટલે કે રિપેરિંગ શરૂ કરાવી દીધું! નવાઈની વાત તો એ છે કે, ટાંકી રિપેર કરતાં પહેલાં તેની મજબૂતીનો કોઈ સરકારી કે ખાનગી એજન્સી પાસે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવાયો ન હોવાનું પંચાયતના સાશકોએ જણાવ્યું હતું. પરિણામે, અત્યંત નબળી થઈ ચૂકેલી આ ટાંકી સમારકામના સાધનોનો ભાર પણ સહન ન કરી શકી અને જોતજોતામાં ધરાશયી થઈ ગઈ હતી. સદનસીબે ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

પંચાયત મૌન, જવાબદારી કોની ?

આ આખી ઘટનામાં ગ્રામ પંચાયતની બેદરકારી સ્પષ્ટ નજરે પડતી હતી ત્યાં જ આ મામલાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ શરૂ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ જિલ્લા ભાજપ મહામંત્રી તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પંચાયતની ભૂલ સ્વીકારવાના બદલે તેમણે આ ટાંકી બિલ્ડરે બનાવેલી છે તેવું બહાનું આગળ ધરીને ગ્રામ પંચાયતને જવાબદારીમાંથી બચાવવાના જોર લગાવ્યું હતું

આટલી મોટી લાપરવાહી બાદ પણ ભડકોદ્રા ગ્રામ પંચાયત મૌન સાધીને બેઠી છે અને આ મામલે પંચાયત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. હવે પ્રશ્ન એઉઠે છે કે ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોત, તો જવાબદારી કોની ગણાવી?

 

Published on: Jun 07, 2026 01:46 PM
Follow Us