સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક, ભાદર ડેમની જળ સપાટી 25.80 ફૂટ પર પહોંચી

|

Aug 10, 2022 | 10:22 AM

સારા વરસાદના (Rain) પગલે સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક વધી છે. વરસાદના પગલે રાજકોટ (Rajkot) જિલ્લાનો ભાદર 2 ડેમ થયો ઓવરફ્લો થયો છે.

સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક, ભાદર ડેમની જળ સપાટી 25.80 ફૂટ પર પહોંચી
ભાદર- 1 ડેમ થયો ઓવરફ્લો

Follow us on

સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફરી મેઘરાજાનો નવો રાઉન્ડ શરુ થઇ ગયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર સહિતના વિસ્તારમાં સારો એવો વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રની નદીઓમાં નવા નીર આવ્યા છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. બીજી તરફ સારા વરસાદના પગલે સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક વધી છે. વરસાદના પગલે રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમ થયો ઓવરફ્લો થયો છે. તો ભાદર-1 ડેમમાં (Bhadar-1) નવા નીરની આવક થઈ છે. ભાદર-1 ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફૂટ

સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીરની આવક ફરી શરુ થઇ છે. સારા વરસાદના પગલે રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમ પહેલેથી જ ઓવરફ્લો થયેલો છે. હવે સૌરાષ્ટ્રના ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં થઈ રહેલા વરસાદને કારણે જળાશયોના જળસ્તર વધ્યા છે. સૌરાષ્ટ્રના ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમમાં પાણીની આવક વધતા સપાટી 25.80 ફૂટ પર પહોંચી છે. ભાદર-1 ડેમની કુલ સપાટી 34 ફૂટ છે. ભાદર ડેમમાં 18 હજાર 167 ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે.

રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના 17 ડેમોમાં નવા નીર આવક થઈ છે. રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1, વેણુ-2 ડેમ અને ભાદર-2 ડેમમાં નવા નિરની આવક થઇ રહી છે. મોરબી જિલ્લાના પાંચ ડેમોમાં પણ નવા નીર આવ્યા છે. ડેમોમાં પાણીની સારી આવકના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ત્રણ દિવસ વરસાદની આગાહી

મહત્વનું છે કે, રાજ્યમાં આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલીમાં વરસાદ પણ પડી શકે છે. ડાંગ અને નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરત, તાપી, વડોદરા, આણંદ, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ થઈ શકે છે. અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.. જો કે હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

Published On - 9:56 am, Wed, 10 August 22

Next Article