Kheda : નડિયાદના હાથનોલી ગામમાં ખેતરમાંથી મળ્યા 19 ગાંજાના છોડ, SOGની રેડ પહેલા જ ખેડૂત ફરાર, જૂઓ Video

|

Aug 09, 2023 | 1:52 PM

નડિયાદ (Nadiad) તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જો કે ગાંજો ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે

Kheda : ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી ગાંજાના છોડ (Ganja plant)  મળવાનો સીલસીલો યથાવત છે. નડિયાદ (Nadiad) તાલુકાના હાથનોલી ગામના ખેતરમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. ખેડૂત વજેસિંહ રાઠોડના ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ છે. જો કે ગાંજો ઝડપાયા બાદ વાવેતર કરનાર ખેડૂત ફરાર થઇ ગયો છે. ખેડા SOG (Kheda SOG)  પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખેડા SOGએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી લીલા ગાંજાના કુલ 19 છોડ મળી આવ્યા છે. કુલ SOG પોલીસે કુલ 1 લાખ 32 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં 1985ની કલમ 8 પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો-Ahmedabad Video : ઇસ્કોન અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલના જામીન અંગે આજે થશે નિર્ણય, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ આપી શકે છે ચુકાદો

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Next Video