AHMEDABAD : હિંદુ નામ રાખીને રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, નકલી પાસપોર્ટ, પાનકાર્ડ સહીતના દસ્તાવેજ મળી આવ્યાં
મહિલાનું નામ શીરીના હુસેન છે, પણ તે અમદાવાદમાં હિન્દુ યુવક હિતેશ જોશી સાથે સોનું બનીને રહેતી હતી.
AHMEDABAD : અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપલવુડ ટાઉનશીપ પાછળ સત્યેશ રેસીડેન્સીમાં હિન્દુ તરીકે રહેતી એક બાંગ્લાદેશી મુસ્લિમ મહિલાની જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી હિંદુ નામ ધરાવતા અલગ-અલગ ઓળખ કાર્ડ પણ મળી આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સહિત
સમાવેશ થાય છે.
નામ બદલીને અમદાવાદના યુવક સાથે લીવ ઈનમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે રેડ કરીને 3 વર્ષથી નામ બદલીને રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે.મહિલાનું નામ શીરીના હુસેન છે, પણ તે અમદાવાદમાં હિન્દુ યુવક હિતેશ જોશી સાથે સોનું બનીને રહેતી હતી.બોપલમાં રહેતા હિતેશ જોશી અને બાંગ્લાદેશની શીરીના વચ્ચે ફેસબુક પર સંપર્ક થયો હતો.ત્યારબાદ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. આ જાસૂસી પ્રકરણ છે કે પછી પ્રેમ પ્રકરણ તે દિશામાં પોલીસ તપાસ કરી શકે છે.
શીરીના હિતેશ જોશીને મળવા ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી હતી.ત્યારબાદ તે પાછી બાંગ્લાદેશ નહોતી ગઈ. છેલ્લા 3 વર્ષથી તે હિતેશ સાથે લિવ ઇનમાં રહેતી હતી.આ દરમિયાન એક દીકરીને પણ જન્મ આપ્યો હતો.શીરીના બાંગ્લાદેશ પરત જવા ન માગતી હોવાથી તેને ભારતમાં ધર્મ બદલીને ખોટું નામ ધારણ કર્યું હતું. તેણે નવા નામથી ખોટુ આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યું હતું.ભારતીય હોવાના પુરાવાના આધારે ખોટો ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યો હતો.પોલીસે રેડ દરમિયાન 2 નકલી પાસપોર્ટ, 2 નકલી આધારકાર્ડ અને 2 મોબાઈલ ફોન સાથે કુલ રૂ.7 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો : 3 કરોડનું કૌભાંડ : દાહોદ DEO ઓફીસમાં GPF ફંડનું 3 કરોડથી વધુનું કૌભાંડ, ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી