Banaskantha: પાલનપુરમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો પુરવાર થતા કરાયા સસ્પેન્ડ

|

Sep 02, 2022 | 8:39 PM

Banaskatha: પાલનપુરમાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો પુરવાર થતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સામે થયેલી સરકારી નાણાંના દુરુપયોગની અનેક ફરિયાદો બાદ તેમની સામેના આરોપો પુરવાર થતા ડીડીઓએ તાલુકા પંચાયતના પ્રમુખને પદ પરથી હટાવ્યા છે.

બનાસકાંઠાના પાલનપુર(Palanpur)માં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર (Corruption)ના આક્ષેપો પુરવાર થતા કોંગ્રેસ શાસિત પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ સંગીતા ડાકાને પ્રમુખપદેથી અને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. સંગીતા ડાકા પર આરોપ હતો કે તેઓ પંચાયતની સરકારી બંધ ગાડીને પોતાના ફાર્મ હાઉસ પર મુકી દેતા અને બંધ ગાડીના 67 હજાર રૂપિયા વર્ષ 2020-21માં ઉધાર્યા હતા. ડીઝલના ખોટા નાણાં ઉધારીને ઉચાપત કરતા જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરિયાદ પહોંચે તે માટે ડીડીઓએ ગાડીની લોક બુક સહિતની વિગતો ચકાસી હતી. બાદમાં સંગીતા ડાકાનો પક્ષ પણ સાંભળવામાં આવ્યો હતો.

સરકારી નાણાંના દુરુપયોગના આરોપો પુરવાર થતા તાલુકા પંચાયતના પ્રમુખ સસ્પેન્ડ

સંગીતા ડાકા સામે ભ્રષ્ટાચારના અનેક આરોપો લાગ્યા હતા. જેમાં સરકારી નાણાની ઉચાપતની અનેક ફરિયાદો સામે આવતા ડીડીઓએ તપાસના આદેશ આપ્યા હતા. જેમા બંને સાઈડથી તમામ તપાસ બાદ ભ્રષ્ટાચારની વિગતો પણ સામે આવી હતી. તપાસના અંતે સરકારી નાણાંનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ પ્રમુખ સામે પગલા ભર્યા હતા. જેમાં ભ્રષ્ટાચારના આરોપી તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા ડાકાને પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકારી ગાડીનો ડીઝલના જથ્થાની વિગતો ખોટી રજૂ કરી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો આરોપ સિદ્ધ થતા ડીડીઓએ કાર્યવાહી કરી છે.  જો કે સંગીતા ડાકાએ તેની સામે વૈમનસ્ય રાખી તમામ આરોપો ઉભા કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Published On - 10:50 pm, Thu, 1 September 22

Next Video