BANAKSANTHA જિલ્લામાં OMICRONનો પ્રથમ કેસ નોંધાયો, લંડનથી ડીસા આવેલો યુવક સંક્રમિત

|

Dec 25, 2021 | 11:40 PM

OMICRON IN BANAKSANTHA : આ યુવક લંડનથી પરત ફર્યા બાદ કેટલા લોકોને મળ્યો હતો આ તમામ બાબતો અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

BANASKANTHA : કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી હવે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ થઇ ચુકી છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લંડનમાં અભ્યાસ કરતો ડીસાની પિંક સોસાયટીનો યુવક થોડા દિવસ પહેલા જ લંડનથી આવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

બનાસકાંઠાના ડીસા જેવા અંતરીયાળ વિસ્તારમાં ઓમિક્રોનની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાનો આ પ્રથમ કેસ છે. અત્યારે આરોગ્ય વિભાગ આ કેસની તપાસ કરી રહ્યો છે.

આ યુવક લંડનથી પરત ફર્યા બાદ કેટલા લોકોને મળ્યો હતો આ તમામ બાબતો અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે યુવક જેટલા લોકોના સંપર્કમાં આવ્યો હતો, તેમાંથી કોઈ ઓમિક્રોન સંક્રમિત થયું છે કે નહી.

રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓમિક્રોન કેસનો કુલ આંકડો રાજ્યમાં 49 પર પહોંચ્યો છે જેમાં સૌથી વધુ 17 કેસ વડોદરામાં સામે આવ્યા છે અમદાવાદમાં 11, ખેડામાં 6, આણંદ 4, જામનગર 3 અને મહેસાણા 3, સુરત 2, રાજકોટ 2 અને ગાંધીનગર ઓમિક્રૉનનો 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : OMICRON : ગુજરાતમાં ઓમિક્રોનના વધુ 6 કેસ નોંધાયા, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસ

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

આ પણ વાંચો : Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

 

Next Video