Breaking News : સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

Breaking News : સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

| Updated on: Nov 01, 2026 | 3:27 PM

બનાસકાંઠાના અમીરગઢની ભાયલા ગ્રામ પંચાયતમાં સરપંચની OBC બેઠક ફાળવવા સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગામમાં 97% આદિવાસી વસ્તી હોવાથી ST બેઠક ફાળવવાની માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની ભાયલા ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠકને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પંચાયત દ્વારા સરપંચ માટે OBC બેઠક ફાળવવામાં આવતા ગ્રામજનોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોની મુખ્ય માંગણી એ છે કે આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે ફાળવવામાં આવે.

ગ્રામજનોના મતે, ભાયલા ગામમાં 97 ટકા જેટલી વસ્તી આદિવાસી સમાજની છે. આ સંખ્યાબળને ધ્યાનમાં રાખીને, તેઓ માને છે કે સરપંચ પદ માટે ST અનામત જ યોગ્ય છે. ગ્રામજનોએ જણાવ્યું કે જો ફાળવેલી OBC બેઠક બદલીને ST બેઠક નહીં કરવામાં આવે તો તેઓ આગામી ગ્રામ પંચાયત ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે.

આદિવાસી સમાજના લોકોનો આક્રોશ છે કે વર્ષોથી ગામમાં વસવાટ કરતા હોવા છતાં તેમને અન્યાય થઈ રહ્યો છે. તેઓ વ્યક્ત કરે છે કે જો બિન-આદિવાસી (OBC) ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાશે, તો સ્થાનિક આદિવાસી સમુદાયને ભવિષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કલેક્ટર દ્વારા 2 ટકા વસ્તી માટે બેઠક ફાળવવામાં આવી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જે આદિવાસી સમુદાય માટે અન્યાયી હોવાનું તેમનું માનવું છે.

મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, ગોડાદરા પોલીસે બેની ધરપકડ કરી

Follow Us
Loading...
Unable to load recommendations.