Banaskantha: મુક્તેશ્વર ડેમની જળસપાટી ભયજનક સ્તરે , પાણી છોડવામાં આવતા લોકોને સાવચેત કરાયા

Banaskantha: મુક્તેશ્વર ડેમની જળસપાટી ભયજનક સ્તરે , પાણી છોડવામાં આવતા લોકોને સાવચેત કરાયા

| Edited By: | Updated on: Aug 29, 2022 | 8:27 AM

ડેમની જળસપાટી હાલમાં 660. 50  ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 661.64 ફૂટ છે. એટલે કે ડેમની જળસપાટી ભયજનક જળસપાટીથી ઘણો નજીક છે . હાલ ડેમ 96 ટકા ભરાઈ જતા વહેલી સવારે પાણી  છોડવામાં આવ્યું હતું.   વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા  નદી કાંઠાના લોકોને સાવચેત  (Alert) રહેવા  જણાવવામાં આવ્યું હતું.

બનાસકાંઠામાં (Banaskantha) આવેલો મુક્તેશ્વર  ડેમ  (Mukteshwar dam) ઉપરવાસમાં વરસાદને  કારણે ભરાઈ  ગયો હતો. જેના પગલે  વહેલી સવારે ડેમમાંથી (Dam) પાણી છો઼ડવામાં આવ્યું હતું. નોંધનીય છે કે  બે દિવસ અગાઉ  બનાસકાંઠાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમની જળસપાટી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ  હતી.  ડેમની જળસપાટી હાલમાં 660. 50  ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 661.64 ફૂટ છે. એટલે કે ડેમની જળસપાટી ભયજનક જળસપાટીથી ઘણો નજીક છે . હાલ ડેમ 96 ટકા ભરાઈ જતા વહેલી સવારે પાણી  છોડવામાં આવ્યું હતું.   વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્વારા  નદી કાંઠાના લોકોને સાવચેત  (Alert) રહેવા  જણાવવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે આજે પણ મુક્તેશ્વર ડેમ પર વડગામ અને પાલનપુર પંથકના 33 ગામો પીવાના પાણી માટે નિર્ભર છે. ગયા વર્ષે ઓછા વરસાદના કારણે મુક્તેશ્વર ડેમમાં પાણી આવ્યું  નહોતું જોકે હવે ડેમ ભરાતા  હવે પાણીના પ્રશ્ને  રાહત થઈ  શકે છે. આ ડેમ ઉનાળા પહેલાં જ ડેમ તળિયા ઝાટક થઈ ચૂક્યો હતો અને ઉનાળો આકરો બને તે પહેલાં જ ડેમ ખાલીખમ થતાં આજુબાજુના વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા  હતા. તેમજ ખેતી માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉભો થયો હતો.