ગુજરાતના બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ, મતદાન મથકો પર સમર્થકોની ભીડ

ગુજરાતના બનાસકાંઠામાં 530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ, મતદાન મથકો પર સમર્થકોની ભીડ

| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:06 AM

બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ કરવામાં આવી છે.આ જિલ્લાની 530 ગ્રામ પંચાયતમાં 1877 ઉમેદવારોએ સરપંચ પદ માટે તો 4562 ઉમેદવારોએ વોર્ડ સભ્ય પદની દાવેદારી નોંધાવી છે.

ગુજરાતના બનાસકાંઠામાં(Banaskantha)  530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ, મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગુજરાતમાં (Gujarat )8,686ગ્રામ પંચાયતોની(Gram Panchayat)મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકો મતગણતરીનો(Counting) પ્રારંભ થયો છે.

રાજ્યમાં સૌથી વધુ ગ્રામ પંચાયત ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ કરવામાં આવી છે.આ જિલ્લાની 530 ગ્રામ પંચાયતમાં 1877 ઉમેદવારોએ સરપંચ પદ માટે તો 4562 ઉમેદવારોએ વોર્ડ સભ્ય પદની દાવેદારી નોંધાવી છે. જિલ્લાના તમામ મત ગણતરી મથકો પર પોલીસ સ્ટાફ પણ તહેનાત કરાયો છે.

બનાસકાંઠા જીલ્લાની કુલ 530 ગ્રામપંચાયત માટે 82.34 ટકા જેટલું મતદાન થયું છે. જીલ્લાના 11 લાખ થી વધુ મતદારોએ પોતાનું મતદાન કર્યું. જીલ્લાના તમામ 14 તાલુકા મથકોએ આજે  મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી  છે. જેમાં  કુલ 134 જેટલા ચૂંટણી અધિકારીઓની સાથે 1489 જેટલા કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં  જોડાયા છે. આ  તમામ મતગણતરી કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે તંત્ર તૈયાર છે.

આ પણ વાંચો : Gandhinahar: AAP અને ભાજપ વચ્ચે ઘર્ષણનો મુદ્દો, આજે ઈસુદાન સહિત AAPના આ 6 નેતાઓને કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચો : Surat : ફસાયેલા પેમેન્ટ કાઢવા હવે વેપારીઓ કરશે ગાંધીગીરી, લેભાગુ વેપારીના ઘરે જઈ કરશે ચાની પાર્ટી !

Published on: Dec 21, 2021 10:57 AM