Banaskantha : આ ગામના લોકો હજી પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત, જુઓ Video

| Edited By: | Updated on: Apr 15, 2023 | 3:28 PM

દાંતાનો આ વિસ્તાર એવો છે, જે જંગલ વિસ્તારમાં આવતો વિસ્તાર છે. જ્યાં રાત્રી દરમિયાન જંગલી પશુઓનો લોકોને ડર સતાવતો હોય છે. આ ડર વચ્ચે બનાસકાંઠામાં લોકો કાચા મકાનમાં રહેવા મજબૂર બન્યા છે.

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ જેને મળે છે તેનું પોતાનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય છે. સરકારનો દાવો છે કે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં વસતા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળે છે. પરંતુ બનાસકાંઠાના દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પરિવારો આજે પણ કાચા મકાનોમાં રહેવા મજબૂર છે.

લોકો કાચા મકાનોમાં રહેવા મજબૂર

આવાસના લાભથી વંચિત લોકોનું કહેવું છે કે, તેમના વિસ્તારમાં સર્વે ટીમ આવી ગઈ છે, લોકોએ ફોર્મ પણ ભર્યા છે, છતાં આજદિન સુધી એક પણ વ્યક્તિને પાકા મકાનનો લાભ નથી મળ્યો. આ જ કારણ છે કે વિકસતા ગુજરાતમાં આજે પણ એવા લોકો છે, જે કાચા મકાનોમાં રહેવા મજબૂર છે. કેટલાક એવા વિસ્તારો છે જ્યાં સુધી વિકાસ નથી પહોંચ્યો.

આવાસો બન્યા પણ છે અને લાભાર્થીઓને તેનો લાભ નહીં

દાંતાનો આ વિસ્તાર જંગલ વિસ્તારમાં આવતો વિસ્તાર છે. જ્યાં રાત્રી દરમિયાન જંગલી પશુઓનો લોકોને ડર સતાવતો હોય છે. જેથી આ લોકોને પાકા મકાન મળવા જરૂરી છે. પરંતુ હજી પણ આ લાભ તેમને નથી મળ્યો. બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના જ્યારથી અમલી બની છે, ત્યારથી અત્યાર સુધીમાં આવાસો બન્યા પણ છે અને લાભાર્થીઓને તેનો લાભ મળ્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા વખા ગામમાં ગૌચરની જમીનમાં મળ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો, ગ્રામજનોમાં રોષ

ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ થઈ

અધિકારીનું કહેવું છે કે, આવાસો બન્યા છે અને લાભાર્થીઓને તેનો લાભ પણ મળ્યો છે. ત્યારે સવાલ એ છે કે જો અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ત્યાં સર્વે થયા પછી અને ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પણ થઈ ચૂકી છે, તો આ લોકોને શા માટે મકાન નથી મળ્યા ? કેટલાક સવાલો મુદ્દાને લઈ ને ઉપસ્થિત થાય છે કે, શું એવું તો નથી ને કે આવાસ યોજનાનો લાભ બારોબાર અન્ય લોકોને આપવામાં આવતો હોય? કે પછી આવાસના મકાનોની ફાળવણીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ? સવાલો ઘણા છે, પરંતુ તેનો જવાબ ત્યારે જ મળે જ્યારે આ દિશામાં ચોક્કસ તપાસ થાય.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…