Banaskantha : દસ વર્ષથી માથાનો દુખાવનો બનેલી ડમ્પિંગ સાઇટની સમસ્યા ન ઉકેલાતા વિપક્ષના નેતાની આત્મવિલોપનની ચીમકી

|

Dec 22, 2022 | 12:40 PM

આ ડમ્પિંગ સાઇટને (Dumping site )કારણે  20 સોસાયટીના અંસખ્ય લોકો  મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે ત્યારે  તંત્રએ સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. જો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પછી આકરા પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.  

બનાસકાંઠાના પાલનપુરમાં ડમ્પિંગ સાઈટ માથાનો દુ:ખાવો બની છે અને આ સમસ્યા નાગરિકોને આજકાલથી નહીં, પરંતુ છેલ્લા 10 વર્ષથી ત્રાસ આપી રહી છે. છેલ્લા દસ વર્ષથી માલણ દરવાજા પાસેની ડમ્પિંગ સાઈટને લઈ 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. હડતાળ અને ધરણા બાદ સમસ્યાનો કોઈ નિકાલ ન આવતા પાલિકાના વિપક્ષ નેતાએ આત્મ વિલોપનની ચીમકી આપી છે. પાલનપુર પાલિકાના સત્તાધીશોને વિપક્ષ નેતાએ 40 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો 40 દિવસમાં ડમ્પિંગ સાઈટ પરથી કચરો ખાલી કરવામાં નહીં આવે તો હું આત્મ વિલોપન કરીશ. વધુમાં વિપક્ષ નેતાએ સરકારને સવાલ કરતા કહ્યું ચાર એન્જિનના ડબ્બા ડમ્પિંગ સાઈટનો કચરો કયારે ખાલી કરશે?

આ સમસ્યા  અંગે વિપક્ષના નેતા અંકિતા ઠાકોરે  જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો આ સમસ્યાથી પીડાય છે અને ગંદકીને કારણે રોગચાળો વકરે છે અને સ્વચ્છતાનું નમોનિશાન નથી રહેતું. આવી પરિસ્થિતિમાં હવે  અહીંથી આ કચરાના ઢગલા દૂર કરવામાં આવે તે જરૂરી છે. આ ડમ્પિંગ સાઇટને કારણે  20 સોસાયટીના અંસખ્ય લોકો  મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે ત્યારે  તંત્રએ સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવો  જોઈએ. જો હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો પછી આકરા પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આ  ડમ્પિંગ સાઇટ એક નાના ડુંગર જેવી  બની ગઈ છે  તેના કારણે  કચરાના ઢગલાથી  નજીક તેમજ દૂરના સ્થળે  હવામાં પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યું છે.  આવી પરિસ્થિતિમાં હવે લોકો ઇચ્છી રહ્યા છેકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે.

Next Video