બનાસકાંઠા: દાંતાના કુવારસી ઘાટ પર અટકી ગઈ એસટી બસ, ઢાળ ચડી ન શક્તા મુસાફરોને ઉતારી દેવાયા
બનાસકાંઠા: દાંતાના કુવારસી ઘાટ પર એકાએક બસ અટકી પડી હતી. બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડેલા હોવાથી હોવાથી ઢાળો ચડી ન શકતા મુસાફરોને ઉતારી દેવાયા હતા. થરાદ-શામળાજી એસટી બસની આ બેદરકારી સામે આવી છે. મુસાફરો વધારે હોવાથી ઢાળ ચડી ન શકી અને મુસાફરોને ઉતારી દેવાની નોબત આવી હતી.
બનાસકાંઠા: ST બસમાં ન જતા, નહીં તો ચાલવું પડશે, આવું અમે નહીં. મુસાફરો કહી રહ્યા છે. જીહાં, બન્યું પણ કંઇક એવું છે, કે ST બસ બનાસકાંઠાના દાંતામાં આવેલો કુવારસી ઘાટ ન ચઢી શકી. કારણ કે, થરાદ-શામળાજી રૂટની બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભર્યા હતા અને વધુ લોડ હોવાથી બસ ઢાળો ન ચઢી શકી. અનેક પ્રયાસ કર્યા બાદ પણ ચાલક બસને આગળ ન હંકારી શક્યો. જેથી અનેક મુસાફરોને બસમાંથી ઉતારી દેવાયા.
મુસાફરોએ દોઢ કિલોમીટરનો ઘાટ ચાલીને કર્યો પસાર
જે બાદ મુસાફરોએ લગભગ દોઢ કિલોમીટરનો ઢાળો ચાલીને પસાર કર્યો. આવો ઉંચાઇ વાળો ઘાટ ચઢવો પણ મુશ્કેલ છે છતાં, નાના બાળકો, મહિલાઓ, યુવાનો અને વડીલ સહિતના લોકોએ ચાલવું પડ્યું. બસને ખાલી કરીને ઘાટ ચઢાવવામાં આવી. જે બાદ ફરીથી મુસાફરો સવાર થયા. એક તો, દિવાળીનો સમય લોકો પોતાના વતનમાં જતા હોય. ચોક્કસથી મુસાફરોનો ધસારો હોય. તો સવાલ એ થાય છે, કે આમાં ભૂલ કોની ગણવી?
આ પણ વાંચો: ગીરસોમનાથ: નેતાઓના ઘર પણ નથી સુરક્ષિત, પ્રશ્નાવડા ગામે ભાજપ નેતાના ઘરે 21 લાખના મુદ્દામાલની ચોરી- વીડિયો
ST વિભાગ, બસ ચાલક કે પછી કંડક્ટર કે પછી મુસાફરો. શું, રૂટમાં બસ ઓછી છે ? શું ST વિભાગે વધારે બસ નથી મૂકી? મુસાફરોનો ધસારો તો રહેવાનો છે. તો, પછી આવી સમસ્યા રોજ સર્જાય તો કઇ રીતે કરવી મુસાફરી? હવે જોવાનું રહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ શું આવે છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
