Banaskantha : અંબાજી પંથકમાં વરસાદ, બજારોમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા

|

Aug 12, 2022 | 10:23 PM

બનાસકાઠાના અંબાજી પંથકમાં વરસાદ પડયો છે. જેના પગલે બજારોમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.

ગુજરાતમાં(Gujarat)  હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain)  પડી રહ્યો છે. જેમાં બનાસકાઠાના અંબાજી(Ambaji)  પંથકમાં વરસાદ પડયો છે. જેના પગલે બજારોમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. તેમજ રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. જેમાં અંબાજીના માનસરોવરમાં પાણીની આવક વધી છે. જેમાં હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો થયા પરેશાન થયા છે. ભારે વરસાદના પગલે બજારોમાં જળબંબાકારની  સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

આ દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે સવારથી જ દિવસભર વરસાદી માહોલ રહ્યો છે. સાબરકાંઠામાં ઈડર, વિજયનગર અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. સાંજે હિંમતનગરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસવાને લઈ હિંમતનગર શહેર અને તેની આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જ્યારે અરવલ્લી  જિલ્લામાં ભિલોડમાં સાંજે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે અરવલ્લીમાં દિવસભર અનેક સ્થળો પર ઝરમર વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના સેવા રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો સૌરાષ્ટના દરિયા કાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.તો બીજી તરફ પોર્ટ પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે

Next Video