Banaskantha : હડમતીયા ડેમમાં ડૂબી જવાથી એકનું મોત

|

Aug 16, 2022 | 6:58 PM

બનાસકાંઠા દાંતીવાડાના ડેરી ગામે રાજસ્થાનના બે શ્રમિકો હડમતીયા ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં નહાવા ગયેલા 2 શ્રમિકોમાંથી એકનું મોત થયું છે.

ગુજરાતના(Gujarat)  અનેક જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદના(Rain) પગલે ડેમોમાં પાણીની આવક વધી છે. જેમાં ઉત્તર ગુજરાતના સતત વરસી રહેલા વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. જયારે બનાસકાંઠા(Banaskantha) દાંતીવાડાના ડેરી ગામે રાજસ્થાનના બે શ્રમિકો હડમતીયા ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં નહાવા ગયેલા 2 શ્રમિકોમાંથી એકનું મોત થયું છે.

બનાસ નદીના તટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઉપરવાસ અને બનાસકાંઠામાં ભારે વરસાદની પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે.. જેને લઈ વડગામ મામલતદારે પરિપત્ર જાહેર કરી નદીકાંઠાના ગામોને એલર્ટ કર્યા છે. અમીરગઢ પોલીસે યાત્રાધામ વિશ્વેશ્વર મહાદેવ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.. કોઈ અઘટીત ઘટના ન બને તેને લઈને બનાસ નદીના તટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. મામલતદારના આદેશનું અમીરગઢ પોલીસ ચુસ્ત પાલન કરાવી રહી છે.

ખેડૂતોએ તાત્કાલિક ધોરણે કેનાલના રિપેરીંગની માગ કરી

આ ઉપરાંત બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે…ભ્રષ્ટાચારની સુજલામ સુફલામ કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડતા ખેડૂતો રોષે ભરાયા..કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાન જવાની શકયતા છે..બીજી તરફ મુડેઠા ગામથી ખોડલા જવાનો પગદાંડી પુલ ધોવાતા વાહનવ્યહારને ભારે અસર પડી હતી…જોકે મુડેઠા ગામના ખેડૂતોએ તાત્કાલિક ધોરણે કેનાલના રિપેરીંગની માગ કરી હતી.

અંબાજી પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદ

અંબાજી પંથકમાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહેવા લાગી છે..,, સુરપગલા નજીક કોઝ-વે પાણીમાં ડૂબતા રાહદારીઓ અટવાયા છે. યાત્રાધામ અંબાજી, દાંતા, હડાદ અને આબુરોડ પંથક ભારે વરસાદથી તરબોળ બની ગયો છે

Published On - 6:57 pm, Tue, 16 August 22

Next Video