Banaskantha : વાવ અને થરાદમાં લમ્પી વાયરસ 50 કેસ નોંધાયા, તંત્રની ચિંતા વધી

|

Jul 22, 2022 | 9:15 PM

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં(Banaskantha)પણ લમ્પી વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં થરાદ અને વાવ તાલુકામાં લમ્પી વાયરસના 50 વધુ કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં(Gujarat)  પશુઓમાં સતત લમ્પી વાયરસના(Lumpy Virus) વધી રહેલા કેસ વચ્ચે સરકારની ચિંતા વધી છે. જેમાં પણ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં(Banaskantha)પણ લમ્પી વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં થરાદ અને વાવ તાલુકામાં લમ્પી વાયરસના 50 વધુ કેસ સામે આવ્યા છે. જેમાં થરાદના નાગલ ગામમા 10 પશુઓ વાયરસ જોવા મળ્યો છે. જ્યારે વાવના અસારા ગામમાં-20 ,ખીમાંણાપાદર-3..ભટવારવાસમાં-2 કેસ પશુઓ લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જ્યારે પશુઓમાં લમ્પી વાયરલ જોવામાં મળતા પશુપાલકો ચિંતીત છે. તેમજ લમ્પી વાયરસ દેખા દેતા તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી છે.

ગુજરાતમાં ગાય,ભેસમાં ગાંઠદાર ત્વચા રોગ (લમ્પી સ્કીન ડીસીઝ) જોવા મળ્યો છે. રાજયના પશુપાલકોએ આ રોગથી ગભરાવાના બદલે તકેદારી રાખવાથી અને સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના માર્ગદર્શન અનુસાર બિમાર પશુને સારવાર કરાવીને અલગ રાખવાથી અને બિમાર પશુ સાથે રહેલ પશુઓને રસીકરણ કરવાથી આ રોગ સંપુર્ણપણે નિયંત્રિત થઈ જાય છે. આ લમ્પી સ્કીન ડીસીઝ સમયસર સારવાર અને રસીકરણથી રોગનો અટકાવ થાય છે. વાઈરસથી થતો આ રોગ મચ્છર, માખી,જૂ , ઇતરડી વગેરે દ્વારા તથા સીધો સંપર્ક દુષિત ખોરાક અને પાણીથી ફેલાય છે.

આ રોગના મુખ્ય લક્ષણોમાં સામાન્ય તાવ, આંખ – નાકમાંથી પ્રવાહી આવે, મોઢામાંથી લાળ પડે આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે,દૂધ ઉત્પાદન ઘટે, પશું ખાવાનું બંધ કરે કે ખાવામાં તકલીફ પડે,ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પામે છે. આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના લક્ષણો પરથી જ થાય છે, પી.સી.આર. અને એલાયસા ટેસ્ટ દ્વારા લેબોરેટરીમાં સચોટ નિદાન થાય છે.

ભારત સરકાર દ્વારા જારી કરેલ ગાઈડલાઈન અનુસાર રોગિષ્ટ પશુને સૌ પ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું,યોગ્ય દવાઓ દ્રારા માખી , મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, અસરગ્રસ્ત – રોગગ્રસ્ત પશુઓમાં રસીકરણ કરવાનું રહેતુ નથી. અસરગ્રસ્ત વિસ્તારના નિરોગી પશુઓમાં ફેલાવો અટકાવવા રસીકરણ કરવું જરૂરી છે.જે માટે પશુપાલકો પણ સહકાર આપે તે જરૂરી છે. પશુઓમાં આ રોગના ચિન્હો દેખાય તો ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન અથવા નજીકના સરકારી પશું દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલન વિભાગ દ્વારા જણાવાયું છે.

Published On - 8:51 pm, Fri, 22 July 22

Next Video