Banaskantha : પાલનપુર-ગઠામણ પાટીયા પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત, જુઓ CCTV Video
પાલનપુર-ગઠામણ પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવતી કાર રેલીંગ સાથે અથડાઈ હતી. સદનસીબે વહેલી સવારે લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
Banaskantha : પાલનપુરમાં ફરી દારૂડિયા ડ્રાઈવરે અકસ્માત (Accident) સર્જ્યો છે. પાલનપુર-ગઠામણ પાટીયા પાસે દારૂ ભરેલી કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડતી કારનો અકસ્માત સર્જાયો હતો. જેના CCTV પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો Banaskantha : ખેડૂતો માટે રાહતના સમાચાર, તીડને લઇને કોઇ ખતરો ન હોવાનો કલેક્ટરનો દાવો, જુઓ Video
મળતી માહિતી અનુસાર પાલનપુર-ગઠામણ પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવતી કાર રેલીંગ સાથે અથડાઈ હતી. સદનસીબે વહેલી સવારે લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તો ગઈકાલે એટલે કે 13 ઓગસ્ટે પણ દારૂડિયા કાર ચાલકે આ જ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો. પાલનપુર પોલીસે કાર ચાલકની અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
