Banaskantha: બનાસકાંઠાના ધાનેરાના જડીયા ગામે ભારે વરસાદના કારણે તારાજી સર્જી છે. જડીયા ગામે પૂરના પાણી ફરી વળતા ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. ફેન્સિંગ તાર પર પશુઓના મૃતદેહ હજુ પણ લટકતી હાલતમાં જોઈ શકાય છે. મૃત પશુઓ નહીં હટાવાતા રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી છે. અત્યાર સુધી 27 પશુઓના પોસ્ટમોર્ટમ કરાયા છે.
બીજી તરફ ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદના પગલે રોડનું નાળુ તૂટ્યાની ઘટના બની છે. અમીરગઢના રોડનું નાળુ તૂટતા લોકોને હાલાકી થઈ છે. ભારે વરસાદના કારણે રોડનું નાળુ તૂટતા 3 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો ધાનેરા તાલુકામાં ભારે વરસાદથી રેલવેના પાટા ઉખડ્યા છે. પાણીના વહેણને પગલે રેલવેના પાટાનું વ્યાપક ધોવાણ થયુ છે. ધાનેરાના મોટી ડુગડોલ નજીકની રેલવેના પાટાનું ધોવાણ થયું છે. ટ્રેકને નુકસાન થતા રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે.