Banaskantha : પિતાએ જ કરી પુત્રની હત્યા, પત્નીથી છુટકારો મેળવવા 3 વર્ષના પુત્રની હત્યા, જુઓ Video
કાંકરેજના નેકોઈ ગામની યુવતીના પાટણના ધાયણોજ ગામના શૈલેષ રબારી સાથે લગ્ન થયા હતા. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. 28 સપ્ટેમ્બરે થરાથી પિતા બાળકને લઈ નીકળ્યા હતા અને રાજસ્થાનના ધુડવા ગામ નજીક કેનાલમાં ફેંકી દીધો હતો.
Banaskantha : બનાસકાંઠામાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીથી છુટકારો મેળવવા પતિએ પોતાના 3 વર્ષના પુત્રની હત્યા નિપજાવી છે. પતિ-પત્નીના અણબનાવમાં રાજસ્થાનના ધુડવા ગામ નજીક પતિએ પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. બાળકના મૃતદેહને થરાદની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
આ પણ વાંચો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, અત્યાર સુધીમાં 40 લાખ લોકોએ મા અંબેના દર્શન કર્યા
કાંકરેજના નેકોઈ ગામની યુવતીના પાટણના ધાયણોજ ગામના શૈલેષ રબારી સાથે લગ્ન થયા હતા. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. 28 સપ્ટેમ્બરે થરાથી પિતા બાળકને લઈ નીકળ્યા હતા અને રાજસ્થાનના ધુડવા ગામ નજીક કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યારે શૈલેષ રબારીએ પત્નીથી છૂટકારો મેળવવા પોતાના જ દીકરાની હત્યા કરતાં મૃતકની માતાએ થરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. થરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
