BSF જવાનનું હાર્ટએટેકથી મોત, વતન દિયોદરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

BSF જવાનનું હાર્ટએટેકથી મોત, વતન દિયોદરમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

| Edited By: | Updated on: Nov 28, 2023 | 5:00 PM

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામના BSF જવાનનુ હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. BSF જવાન રાહુલ ચૌધરી માત્ર 19 વર્ષના હતા અને તેઓ અમદાવાદમાં પોતાના ઘરે રોકાયેલ હતા આ દરમિયાન તેમને હ્રદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યુ હતુ. વતનમાં તેમનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર તેમને અપાયુ હતું.

બનાસકાંઠા જિલ્લાના BSF જવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ છે. BSF જવાન રાહુલ ચૌધરી પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને આવ્યા હતા. ત્યાર બાદ તેમના ભાઈના ઘરે તેઓ અમદાવાદમાં રોકાયા હતા. આ દરમિયાન 19 વર્ષિય રાહુલ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યાં તેમનુ મોત નિપજ્યુ હતુ.

આ પણ વાંચોઃ હત્યા માટે હનીટ્રેપ, અમદાવાદની યુવતીએ યુવકને જાળમાં ફસાવી મોતનો ગાળીયો કસ્યો, 4 ની ધરપકડ

BSF જવાન રાહુલ ચૌધરીના મૃત્યુ બાદ તેમના મૃતદેહને વતન બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે લઈ જવાયો હતો. જ્યાં BSF જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતુ. BSF જવાનના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને તેમને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

 

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો