બનાસકાંઠાઃ ખેત તલાવડીઓ નિર્માણ કરનારા ખેડૂતોની હાલત કફોડી બની, ખર્ચેલા લાખો રુપિયા પાણીમાં!
બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈની પાણીની સમસ્યા વર્ષોથી રાજ્ય સરકારે અહીં નર્મદા કેનાલ ઉપરાંત ખેત તલાવડીઓ તૈયાર કરવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે તંત્રના વાંકે હવે ખેડૂતોને મોટુ નુક્સાન વેઠવાની સ્થિતિ છે. ખેડૂતોને ખેત તલાવડી નિર્માણ કરનાર ખેડૂતોને પ્લાસ્ટીક અપાનાર હતુ પરંતુ હવે ધારાસભ્ય દ્વારા વચન આપ્યા બાદ પણ તાડપત્રી નહીં અપાતા ખેડૂતો રોષે ભરાયા છે.
સરકારે ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને પ્લાસ્ટીક આપવાની વાત કરી હતી. સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ પ્લાસ્ટીક આપવાના વચન આપી રહ્યા હતા. પરંતુ હવે ચોમાસા અને બાદમાં કમોસમી વરસાદ દરમિયાન સુધી પણ ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને પ્લાસ્ટીક અપાયુ નથી. 500 જીએસએમ પ્લાસ્ટીકની તાડપત્રી ખેત તલાવડીમાં પાથરવા માટે આપવાની વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ભારત ઈતિહાસ રચવા તરફ માત્ર એક કદમ દુર, પાકિસ્તાનને પાછળ છોડશે
પ્લાસ્ટીકને ખેત તલાવડીમાં પાથરવાને લઈ તેમાં થતો જળસંગ્રહ સચવાઈ રહે છે. જે પાણી જમીનમાં શોષાઈ જતુ નથી અને સિંચાઈ માટે જળસંચય થતુ હોય છે. ખેડૂતોએ માટે લાખોનો ખર્ચ કરીને ખેત તલાવડીઓ બનાસકાંઠા જિલ્લામાં તૈયાર કરી છે. ગણીખરી ખેતતલાવડીઓને વરસાદને લઈ નુક્સાન પહોંચ્યુ છે. તો લગભગ 700 કરતા વધારે ખેડૂતોને લાખોનો ખર્ચ હવે માથે પડી રહ્યાનો રોષ છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 27, 2023 04:06 PM
