Dhirendra Shastri : બાબા બાગેશ્વર 29 અને 30 મેએ ચાણક્યપુરીના એક બંગલામાં કરશે રાત્રિરોકાણ, આયોજકએ આપી તૈયારીઓની માહિતી, જુઓ Video

|

May 17, 2023 | 5:52 PM

અમદાવાદમાં (Ahmedabad) દિવ્ય દરબાર લગાવશે. બાબાના લોક દરબારનું આયોજન ચાણક્યપુરી વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ચાણક્યપુરીમાં આયોજકે તેમના નવા જ બંગલામાં બાબાનો વિસામો રાખ્યો છે. 

29 અને 30 મેએ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) અમદાવાદમાં (Ahmedabad) દિવ્ય દરબાર લગાવશે. બાબાના લોક દરબારનું આયોજન ચાણક્યપુરી વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જ્યાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચાણક્યપુરીમાં આયોજકે તેમના નવા જ બંગલામાં બાબાનો વિસામો રાખ્યો છે.  આ બંગલામા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી બે દિવસ રોકાણ કરવાના છે.

આ પણ વાંચો-Gujarati Video :સુરતમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને લઇને તૈયારીઓ શરૂ

બાબાના રોકાણ માટે ખાસ વ્યવસ્થા

જે બંગલામાં બાબા બાગેશ્વરના રહેવાના છે ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તેમની સાથે આવનારા અનુયાયીઓ પણ આ બંગલામાં રોકાણ કરી શકે.  આ બંગલો કેટલો વિશાળ છે. હાલ આ બંગલાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બંગલા ઉપરાંત આસપાસના બંગલામાં પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બાબા બાગેશ્વરની સુરક્ષા અને આગતા-સ્વાગતમાં કોઈ કચાસ ન રહે તે માટે પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે. આયોજક પુરૂષોત્તમ શર્માએ કહ્યું કે- 1 હજાર સુરક્ષા ગાર્ડની તેમણે પર્સનલ વ્યવસ્થા કરી છે અને બીજા 1500થી 1600 પોલીસકર્મીઓ આપવા પોલીસ વિભાગની મદદ માગવામાં આવી છે. જ્યાં લોક દરબાર ભરાવાનો છે તે ખુલ્લા પ્લોટમાં એકથી દોઢ લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. ઉપરાંત જરૂર પડ્યે આજુબાજુના પ્લોટ પણ ઉપયોગમાં લેવાશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:37 am, Wed, 17 May 23

Next Video