Rajkot : કોઠારિયા વિસ્તારના રસ્તાઓ બિસ્માર, મુખ્ય રસ્તાઓ પર કીચડ અને ખાડાનું સામ્રાજ્ય, જુઓ Video

|

Jul 12, 2023 | 2:43 PM

કોઠારિયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 18ના તમામ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, તેમજ વરસાદનું પાણી પણ ભરાઇ રહે છે. જેથી વાહન ચાલકો અને સ્થાનિકોને ફરીથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Rajkot : ચોમાસું ફરી આવી ગયું પણ રાજકોટના (Rajkot) કોઠારિયા વિસ્તારના રસ્તાઓ જેમના તેમ જ છે. કોઠારિયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 18ના તમામ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, તેમજ વરસાદનું પાણી પણ ભરાઇ રહે છે. જેથી વાહન ચાલકો અને સ્થાનિકોને ફરીથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કોઠારિયા વિસ્તાર મનપામાં ભળ્યું હોવાને પણ હવે 7 વર્ષ થઇ ગયા છે. છતાં રોડ-રસ્તાની કામગીરી અધૂરી છે. અહીં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે.

આ પણ વાંચો Rajkot : IT વિભાગની બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત, મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી શક્યતા

સાંઇબાબા સર્કલથી હાઇવે સુધી, માલધારી સર્કલ, સ્વાતિ પાર્ક, કોઠારિયા પાણીની ટાંકીથી સોલવન્ટ સુધીના રસ્તાઓ બિસ્માર છે. સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસે બિસ્માર રોડના કારણે લોકોને મુશ્કેલી થાય છે. ખાડામાં પાણી ભરાવાના કારણે અકસ્માત સર્જાય છે, ગત રોજ એક બસ પણ આ ખાડામાં ફસાઇ ગઇ હતી. કાદવ-કીચડના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય છે. કોઠારિયા વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કામગીરી અધૂરી છે.

ત્યારે સ્થાનિક કોર્પોરેટર સંજય સિંહ રાણાએ દાવો કર્યો છે કે આવતા ચોમાસા સુધી રોડ-રસ્તાની કામગીરી પૂરી થઇ જશે. તેમણે દાવો કર્યો છે કે કેટલાક રોડના ટેન્ડર પાસ થયા છે. તો કેટલાક રસ્તાઓની કામગીરી હાથ ધરવાની છે, પરંતુ સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે કોઠારિયા વિસ્તારના લોકોને આ ચોમાસું પણ મુશ્કેલીમાં જ કાઢવું પડી શકે છે. તંત્રની ઘોર બેદરકારી અને પ્રિમોન્સૂન કામગીરીની પોલ હવે ખુલી ગઇ છે. દર વર્ષે લોકોને આ પ્રકારની મુશ્કેલી વેઠવી પડે છે અને તંત્ર કાગળ પર કામ બતાવીને હાથ અધ્ધર કરી લે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video