Ahmedabad: CNGના ભાવમાં વધારો થતા રીક્ષાચાલકોમાં રોષ, ભાવ વધારો પરત ન લેવાય તો પ્રતીક ઉપવાસની ચીમકી

|

Oct 03, 2022 | 9:59 AM

તહેવારો સમયે જ અદાણીએ (Adani) ગ્રાહકો પર ભાવ વધારો ઝીંક્યો છે. અદાણી CNGના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. પ્રતિ કિલો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે.

અદાણી CNGના ભાવમાં ફરી એક વખત વધારો થતા અમદાવાદના (Ahmedabad) રીક્ષાચાલકોએ હડતાળની (strike) ચીમકી ઉચ્ચારી છે. પ્રતિ કિલો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતા રીક્ષા ચાલકો 4 તારીખે અદાણી અને રાજ્ય સરકારને (state government) પત્ર લખીને ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરશે અને ભાવ વધારો પરત નહીં ખેંચે તો આગામી 10 તારીખ રીક્ષા ચાલકો એક દિવસ માટે પ્રતીક હડતાળ પર જશે. તેવું ભાવ વધારો વિરોધી સમિતિએ જણાવ્યુ છે. તેમજ કેટલાક યુનિયને 72 કલાકની હડતાળ પાડવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

રીક્ષાચાલકોમાં રોષ

સતત વધતા ભાવ અને આવક ઓછી હોવાના કારણે રોજીરોટી અને જીવન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું હોવાનો રીક્ષાચાલકો આક્ષેપ કરી રહ્યાં છે. રીક્ષાચાલકોમાં CNGમાં ભાવવધારાના પગલે રોષ જોવા મળી રહ્યો છે. જેથી ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી રીક્ષાચાલકોની માગ છે. જો સરકાર ભાવ વધારો પરત ન લે તો રીક્ષાચાલકોએ પ્રતીક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો

દેશભરમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે. લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. ત્યારે તહેવારો સમયે જ અદાણીએ ગ્રાહકો પર ભાવ વધારો ઝીંક્યો છે. અદાણી CNGના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. પ્રતિ કિલો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરાયો છે. અદાણી CNGનો નવો ભાવ 89.90 રૂપિયા કરાયો છે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે.

Next Video