સરકારી તંત્રએ પહેલા આવાસના પ્લોટ ફાળવ્યા, હવે દબાણ જાણી બુલડોઝર ફેરવતા પરિવારો બેઘર

|

Dec 18, 2023 | 7:04 PM

બનાસકાંઠા જિલ્લામાં આવાસ યોજના બનાાવેલા મકાન તોડી નાંખ્યા છે. એક તરફ સરકારી તંત્રે જ આવાસ યોજના માટે મકાનના પ્લોટ ફાળવ્યા હતા ત્યાં હવે તંત્રએ જ બુલડોઝર ફેરવી દેવાને લઈ પરિવારો કડકડતી ઠંડીમાં બેઘર બન્યા છે. પરિવારોએ નવા આવાસ માટે કાર્યવાહી કરવા અને તેની ફાળવણી કર્યા બાદ તોડવા માટે આજીજી કરી હતી. પરંતુ તંત્ર જાણે એક સાંભળવા તૈયાર નહોતું.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તંત્રએ એવા જ મકાનો પર બુલડોઝર ફેરવી દીધું કે, જે મકાન માટેના પ્લોટ સરકારી તંત્રે જ ફાળવ્યા હતા. હવે આ જ તંત્ર દ્વારા તેને દબાણ ગણાવીને બુલડોઝર ફેરવી દીધું છે. 8 જેટલા આવાસને તંત્રે બુલડોઝર ફેરવીને તોડી પાડવાની કાર્યવાહી કરતા વિસ્તારમાં હોબાળો મચ્યો હતો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ધાનેરાના થાવર ગામે વર્ષ 2010-11 માં આવાસ માટે પ્લોટ ફાળવણી કરી હતી. હવે આ પરિવારોના આ મકાન આટલા વર્ષ બાદ પાડી દેવામાં આવ્યા હતા. આમ તંત્ર પર જ સવાલ થવા લાગ્યા છે. બીજી તરફ તંત્રની બુલડોઝર કાર્યવાહીને લઈ ગરીબ પરીવારો બેઘર બન્યા છે.

આ પણ વાંચોઃ  ST અમારી ‘જોખમી’ સવારી બની! અરવલ્લીમાં એક બસમાં 140 પેસેન્જર ભરાતા મુસાફરો વિફર્યા, જુઓ

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:03 pm, Mon, 18 December 23

Next Video