Banaskantha Video : અંબાજી મંદિરમાં સફાઇ કામદારો માટે રખાયા બાઉન્સર, જાણો શું છે કારણ

|

Apr 16, 2024 | 3:52 PM

બનાસકાંઠાના અંબાજીમાં સફાઇ કામદારો માટે 10 બાઉન્સર તૈનાત કરાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરૂષ બાઉન્સરો છે. પરંતુ કયા કારણોસર બનાસકાંઠાના યાત્રાધામમાં સફાઈકામદારો માટે બાઉન્સર રખાયા છે.

અત્યાર સુધી તમે નેતાઓ, અધિકારી કે સેલેબ્રિટીની સાથે બોડીગાર્ડ કે બાઉન્સર રહેતા જોયા હશે. પરંતુ બનાસકાંઠાના અંબાજીમાં સફાઇ કામદારો માટે 10 બાઉન્સર તૈનાત કરાયા છે. જેમાં 5 મહિલા અને 5 પુરૂષ બાઉન્સરો છે. થોડા દિવસ પહેલા જ સફાઇ કામદારો પર હુમલો થયો હતો. હુમલો પણ જૂના સફાઇ કામદારોએ કર્યો હતો.

વિસ્તારપૂર્વક વાત કરીએ તો અંબાજીમાં સફાઇ માટેનો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. જેના કારણે જૂના સફાઇ કામદારો પણ છૂટા થયા હતા. આ પછી નવો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન કંપનીને આપી દેવાયો. જેનાથી આક્રોશિત થઇને જૂના કોન્ટ્રાકટરના સફાઇ કામદારોએ નવા કોન્ટ્રાકટરના સફાઇ કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ સાથે ધમકી પણ આપી હતી. જેને લઇ બાઉન્સરોની વ્યવસ્થા ગોઠવાઇ છે.

મહત્વનું છે કે અંબાજીમાં લાખો ભક્તોનો ધસારો રહે છે. ત્યારે મંદિરની સફાઇ જાળવવા સાથે સફાઇ કર્મીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી બને છે. જેને લઇ સમગ્ર બંદોબસ્ત તૈનાત કરાયો છે. આ ઉપરાંત હુમલો કરનાર લોકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે હુમલા બાદ વેસ્ટર્ન કંપનીના 20 સફાઇ કામદારો કામ કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video