OMICRONના કેસો વધતા ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું

|

Dec 25, 2021 | 6:43 PM

ગીર સોમનાથ જિલ્લામાં એક સિવિલ હોસ્પિટલ છે, આ ઉપરાંત ઉનામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ છે અને 7 સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને 4 અર્બન હેલ્થ સેન્ટર એટલે કે શહેરી આરોગ્ય કેન્દ્રો છે.

GIR SOMNATH : કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ સામે ગિર સોમનાથ જિલ્લામાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લામાં વેરાવળની હોસ્પિટલ, ઉનાની હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, અર્બન હેલ્થ સેન્ટરોમાં ઓક્સિજન સાથે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જિલ્લામાં ઓક્સિજન ઈમર્જન્સીને પહોંચી વળવા 16 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વેક્સિનેશન કામગીરી પણ ઝડપી કરવામાં આવી છે. જિલ્લામાં તમામ આરોગ્ય સેવાનું કલેક્ટર, ડીડીઓ દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

આ અંગે જીલ્લા આરોગ્ય અધિકારી એચ.એચ. ભાયાએ કહ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં એક સિવિલ હોસ્પિટલ છે, આ ઉપરાંત ઉનામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ છે અને 7 સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને 4 અર્બન હેલ્થ સેન્ટર એટલે કે શહેરી આરોગ્ય કેન્દ્રો છે. જો કોઈ ઈમરજન્સી ઉભી થાય, અથવા કોઈ બીમારીના કેસોમાં અચાનક ઉછાળો આવે તો એના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હજી સુધી ગીર સોમનાથ અને તેને અડીને આવેલા જુનાગઢમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી.ગઈકાલે ગુજરાતમાં ઓમિક્રોનના 13 નવા કેસ સામે આવ્યા. વડોદરા શહેરમાં સૌથી વધુ 7 ઓમિક્રોન દર્દી નોંધાયા, તો આણંદ જિલ્લામાં એક અને ખેડા અને અમદાવાદ શહેરમાં 2 ઓમિક્રોનના દર્દી મળ્યાં. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યામાં 43 થઈ છે.જે પૈકી વડોદરા શહેરમાં સૌથી વધુ ઓમિક્રોનના 17 દર્દી સારવાર હેઠળ છે. રાજ્યમાં ઓમિક્રોનના 8 દર્દી સારવાર બાદ સાજા થયા છે. જેમાં જામનગર શહેરના 3, મહેસાણાના 3 અને સુરત અને ગાંધીનગરના એક-એક દર્દી સાજા થયા છે.

આ પણ વાંચો : AHMEDABAD : યુરિયા ખાતરમાંથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, યુરિયાની 276 થેલી જપ્ત

આ પણ વાંચો : DANG : આહવામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં બે સગીર સહીત કુલ 9 આરોપીઓની ધરપકડ

Published On - 6:42 pm, Sat, 25 December 21

Next Video